આદિવાસી દેશના પ્રથમ માલિક, ભાજપ તેમને વનવાસી કહે છે: રાહુલ ગાંધીનો પ્રહાર
Rahul Gandhi attack on BJP : કોંગ્રેસ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી એક કાર્યક્રમ 'સંવિધાન સન્માન સંમેલન' માટે ઝારખંડના રાંચી પહોંચ્યા હતા. અહીં તેમણે અનેક મુદ્દે ભાજપ સરકારની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું, 'જ્યારે ભાજપના લોકો આદિવાસીઓને વનવાસી કહે છે, ત્યારે તેઓ તમારા ઈતિહાસ, તમારી જીવનશૈલીને ખત્મ કરવાની કોશિશ કરે છે. આદિવાસી એટલે દેશના સૌથી પહેલા માલિક, આદિવાસી માત્ર એક શબ્દ નથી, પરંતુ તમારો પૂરો ઇતિહાસ છે.
जब BJP के लोग आदिवासी को वनवासी कहते हैं।
— Congress (@INCIndia) October 19, 2024
तब वे आपके इतिहास, आपके जीने के तरीके को खत्म करने की कोशिश करते हैं।
आदिवासी का मतलब है: देश के सबसे पहले मालिक
आदिवासी सिर्फ एक शब्द नहीं हैं, बल्कि आपका पूरा इतिहास है।
: नेता विपक्ष श्री @RahulGandhi
📍 रांची, झारखंड pic.twitter.com/9vVbptxwrJ
રાહુલ ગાંધીએ કહ્યું કે, "રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ રાષ્ટ્રપતિને આદિવાસી હોવાના કારણે તેમને આમંત્રણ ન આપવામાં આવ્યું. કેન્દ્ર સરકારે ચૂંટણી પંચ, સીબીઆઈ, ઈડી અને ઈન્કમટેક્સ વિભાગ જેવી મહત્ત્વની સંસ્થાઓ પર પોતાનો કબજો જમાવી લીધો છે." તેમણે બંધારણ પરના હુમલાઓ પર ચિંતા વ્યક્ત કરી અને તેના સંરક્ષણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
અનામતની 50% મર્યાદા દૂર કરવામાં આવશે
રાહુલ ગાંધીએ કહ્યું કે, "ભાજપ આદિવાસીઓ માટે હાનિકારક નીતિઓ અપનાવી રહ્યું છે. પરંતુ જ્યારે કોંગ્રેસ સરકાર આવશે ત્યારે અનામતની 50% મર્યાદા દૂર કરવામાં આવશે. તેમજ જાતિની વસ્તી ગણતરીને સમાજનો એક્સ-રે છે, અને તે જરૂરી છે, પરંતુ વડાપ્રધાન મોદીએ તેનો વિરોધ કરી રહ્યા છે."
આદિવાસીઓના વારસા અને ઈતિહાસને નષ્ટ કરવાનો આરોપ
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, ભાજપ સરકારે આદિવાસીઓની વિરાસત, ઈતિહાસ, પરંપરા અને ચિકિત્સા પદ્ધતિઓને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. આપણી શિક્ષણ વ્યવસ્થામાં આદિવાસી, ખેડૂત અને ઓબીસી સમુદાયનો ઈતિહાસને નષ્ટ કરી દીધો છે.
સરકારી નોકરીઓમાં ઓબીસી, દલિત અને આદિવાસી પ્રતિનિધિત્વના અભાવ પર પ્રકાશ પાડતા કોંગ્રેસના નેતાએ કહ્યું કે, "ટોચના 90 આઈએએસ અધિકારીઓમાંથી માત્ર 3 ઓબીસી છે, અને નાણા મંત્રાલયમાં કોઈ દલિત અથવા આદિવાસી પ્રતિનિધિ નથી. ભલે ભાજપ પાસે ભંડોળ અને સંસાધનો પર નિયંત્રણ હોય, પરંતુ કોંગ્રેસ પાસે ઈમાનદારી છે."
રાહુલ ગાંધીએ આ ભાષણ દરમિયાન આદિવાસી, દલિત અને ઓબીસી સમુદાયોના અધિકારો સુનિશ્ચિત કરવા માટે પક્ષની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.