New Criminal Laws: નવા કાયદા મુજબ નોંધાઇ પ્રથમ FIR, રેલવે સ્ટેશન પાસે ગુટખા વેચી રહ્યો હતો વ્યક્તિ
First FIR in BNS: ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) અંતગર્ત સેંટૃલ દિલ્હીના કમલા માર્કેટ પોલીસ મથકમાં નવા કાયદા મુજબ સોમવાર (1 જુલાઇ) ના રોજ પ્રથમ એફઆઇઆર નોંધાઇ છે. મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસની ટીમે જોયું કે નવી દિલ્હી રેલવે સ્ટેશન પાસે એક વ્યક્તિ રસ્તા વચ્ચે રેકડી લગાવી છે. તેના પર પાણી અને ગુટખા વેચી રહ્યો છે. તેના લીધે લોકોને અવર-જવરમાં સમસ્યા ઉભી થઇ રહી છે. ત્યારબાદ પોલીસે આ વ્યક્તિ વિરૂદ્ધ બીએનએસ અંતગર્ત પ્રથમ એફઆઇઆર નોંધી છે.
પોલીસે ઘણીવાર રેકડી લગાવીને વેચાણ કરનાર વ્યક્તિને ત્યાં હટી જવા માટે કહ્યું, જેથી કરીને રસ્તો સાફ થઇ જાય અને લોકોને કોઇપણ પ્રકારની મુશ્કેલી ઉભી ન થાય. જોકે તે પોલીસકર્મીની વાતને નજરઅંદાજ કરતો રહ્યો અને તેને મજબૂરી કહી અને ત્યાં જતો રહ્યો. ત્યારબાદ પોલીસે તેનું નામ અને સરનામું પૂછીને નવા કાયદા બીએનએસની કલમ 285 અંતગર્ત એફઆઇઆર નોંધી તપાસ શરૂ કરી દીધી છે. આ કાયદા અંતગર્ત નોંધવામાં આવેલી પ્રથમ એફઆઇઆર છે.