Get The App

પહેલા અભિનય, પછી જીતની હેટ્રિક અને હવે મંત્રી, ચિરાગ પાસવાન પણ છે અઠંગ રાજકારણી

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
પહેલા અભિનય, પછી જીતની હેટ્રિક અને હવે મંત્રી, ચિરાગ પાસવાન પણ છે અઠંગ રાજકારણી 1 - image


Chirag Paswan become Minister in Modi Cabinet: લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને પણ રવિવારે મંત્રી પદના શપથ લીધા છે. આ સાથે જ ત્રણવાર સાંસદ અને 100% સ્ટ્રાઈક રેટ જાળવી રાખનાર ચિરાગ પાસવાન પીએમ મોદીના મંત્રીમંડળમાં સામેલ થઈ ગયા છે. 

ચિરાગ પાસવાને જીતની હેટ્રિક બનાવી

જો કે ચિરાગ પાસવાને પોતાના કરિયરની શરૂઆત ફિલ્મોથી કરી હતી. પરતું ફિલ્મોમાં સફળતા ન મળતા તેમણે પોતાનો રાજકીય વારસો સંભાળતા વર્ષ 2014માં રાજનીતિમાં એન્ટ્રી લીધી. જીતની હેટ્રિક બનાવનાર ચિરાગ પાસવાન 2014 અને 2019માં જમુઈ લોકસભા બેઠક  પરથી ચૂંટણી જીત્યા હતા. જયારે લોકસભા ચૂંટણી 2024માં ચિરાગ પાસવાન તેમની પરંપરાગત બેઠક હાજીપુરથી જીત્યા અને મોદી કેબિનેટમાં સામેલ થયા. 

2014થી સતત એનડીએ ગઠબંધનનો હિસ્સો

ચિરાગ પાસવાન 2014થી સતત એનડીએ ગઠબંધનનો હિસ્સો છે. કાકા પશુપતિ પારસ અને નીતિશ કુમાર સાથેના વિવાદો પછી પણ ચિરાગે ક્યારેય એનડીએ છોડ્યું નથી. એનડીએના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, ચિરાગ સતત 3 લોકસભા ચૂંટણીમાં ગઠબંધનનો ભાગ રહ્યા છે.

શું ચિરાગ પાસવાન છે અઠંગ રાજકારણી?

ચિરાગ પાસવાનમાં પણ  તેમના પિતા રામવિલાસ પાસવાનની જેવી જ રાજકીય સમજ અને પરિપક્વતા છે. આથી ચિરાગને પણ તેમના પિતાની જેમ અઠંગ રાજકારણી માનવામાં આવી રહ્યા છે. રામવિલાસ પાસવાન એનડીએ અને યુપીએ બંને સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. 

જો કે ચિરાગ પાસવાન પહેલીવાર જ મંત્રી બન્યા છે, પરંતુ રામવિલાસ પાસવાનના અવસાન પછી ચિરાગે પાર્ટી અને પરિવાર બંને ને સારી રીતે સાંભળ્યા છે. ચિરાગ પાસવાન માત્ર બિહારમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં એક યુવા ચહેરા તરીકે લોકપ્રિય થઈ રહ્યા છે, જેથી કહી શકાય કે તેઓ ભવિષ્યમાં મોટી જવાબદારી નિભાવી શકે એમ છે. 

અભિનયથી કરી હતી કરિયરની શરૂઆત 

ચિરાગ પાસવાનનો જન્મ 31 ઓક્ટોબર 1982ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમણે એન્જિનિયરિંગ કર્યું છે. ચિરાગ પાસવાને 2011માં કંગના રનૌત સાથે હિન્દી ફિલ્મ 'મિલે ના મિલે હમ'માં કામ કર્યું હતું. પરંતુ, આ ફિલ્મ ફ્લોપ રહી હતી. 

2014માં શરુ કરી રાજકીય કારકિર્દી

એ પછી ચિરાગ પાસવાન રાજકારણમાં આવ્યા અને 2014માં તેની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 2014માં લોક જનશક્તિ પાર્ટી તરફથી ચિરાગે જમુઈ બેઠક પરથી રાષ્ટ્રીય જનતા દળના સુધાંશુ શેખર ભાસ્કરને 85,000 થી વધુ મતોથી હરાવીને લોકસભામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2019માં તેમણે ભૂદેવ ચૌધરીને 528,771 મતો હરાવ્યા હતા. 2024માં ચિરાગે પિતા દ્વારા વારસામાં મળેલી હાજીપુર બેઠક પરથી જીતની હેટ્રિક લગાવી છે. તેમણે આરજેડીના શિવચંદ્ર રામને 1,70,000 મતોથી હરાવ્યા હતા. આ વખતે ચૂંટણીમાં ચિરાગ પાસવાનની પાર્ટીએ પાંચમાંથી પાંચ બેઠકો જીતી છે.

પહેલા અભિનય, પછી જીતની હેટ્રિક અને હવે મંત્રી, ચિરાગ પાસવાન પણ છે અઠંગ રાજકારણી 2 - image


Google NewsGoogle News