Get The App

અંબાલા કોર્ટના પરિસરમાં અંધાધૂંધ ફાયરિંગ, રજૂ થવા આવેલા શખશ પર ગોળીબાર, ગેંગવૉરની આશંકા

Updated: Mar 1st, 2025


Google NewsGoogle News
અંબાલા કોર્ટના પરિસરમાં અંધાધૂંધ ફાયરિંગ, રજૂ થવા આવેલા શખશ પર ગોળીબાર, ગેંગવૉરની આશંકા 1 - image


Firing in Ambala Court Premises 3 Rounds: અંબાલા કોર્ટ પરિસરમાં અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. જેના કારણે કોર્ટ પરિસરમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી પ્રમાણે કાળા કલરની સ્કોર્પિયો લઈને આવેલા બેથી ત્રણ યુવકોએ ગોળીબાર કર્યો હતો. જે પછી આરોપી ઘટના સ્થળેથી ભાંગી છૂટ્યો હતો. 

આ પણ વાંચોઃ ટેટૂથી બીમારીનો ખતરો! શાહીમાં 22 ખતરનાક મટિરિયલ હોવાનો દાવો: કર્ણાટકમાં કડક નિયમો બનાવશે સરકાર

ગેંગવોરની ઘટના હોવાનું પોલીસનું અનુમાન 

ડીએસપી હેડક્વાર્ટર સહિત પોલીસ ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ગોળીબારના કેસની તપાસ શરૂ કરી દીધી છે. મળતી માહિતી પ્રમાણે રજૂ થવા પર આવેલા શખસ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે પોલીસ ગેંગવોરની ઘટના માની રહી છે. 

કોઈ જૂની અદાવત હોવાનું પોલીસનું અનુમાન

અંબાલાના નાયબ પોલીસ અધિક્ષક રજત ગુલિયાના જણાવ્યા અનુસાર, આરોપીને કોઈ કેસમાં કોર્ટમાં હાજર થવા આવેલા વ્યક્તિ પર હુમલો કરવા આવ્યો હતો. પોલીસને આ ઘટના પાછળ કોઈ જૂની અદાવત હોવાની શંકા છે. પોલીસે જણાવ્યું કે બંને ગુનેગારો એક SUVમાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ઉત્તરાખંડ હિમસ્ખલન: ચાર શ્રમિકોના મોત, પાંચ હજુ ગુમ, 46નું રેસ્ક્યૂ કરાયું

ઘટના સ્થળેથી ત્રણ ખાલી કારતૂસ મળી આવ્યા 

પોલીસે જણાવ્યું કે, ફાયરિંગ કર્યા પછી આ લોકો ભાંગી ગયા હતા. પોલીસે ઘટના સ્થળેથી ત્રણ ખાલી કારતૂસ મળી આવ્યા હતા. હાલમાં પોલીસ આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેઝ શોધી રહી છે અને તેમને પકડવાની તજવીજ હાથ ધરી છે. 


Google NewsGoogle News