અનંતનાગમાં સલામતી દળો અને આતંકીઓ વચ્ચે છઠ્ઠા દિવસે પણ ગોળીબારો ચાલુ જ રહ્યા છે

Updated: Sep 19th, 2023


Google NewsGoogle News
અનંતનાગમાં સલામતી દળો અને આતંકીઓ વચ્ચે છઠ્ઠા દિવસે પણ ગોળીબારો ચાલુ જ રહ્યા છે 1 - image


- આતંકીઓ આવતા જ શા માટે રહે છે ?

- હજી સુધીમાં સુરક્ષા દળોએ બે આતંકીઓને પતાવી દીધા છે : બીજા ૨ આતંકીઓ પર્વતોમાં છુપાયા છે તેમને ચારે તરફથી ઘેરી લીધા છે

નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાં અનંતનાગમાં આતંકીઓ અને સલામતી દળો વચ્ચે આજે છઠ્ઠા દિવસે પણ ગોળીબારો ચાલુ રહ્યા છે. આ એન્કાઉન્ટરમાં બુધવારે એક કર્નલ અને એક મેજર તથા જમ્મુ અને કાશ્મીરના એક ડીએસપી પણ શહીદ થઈ ગયા હતા. એક ઘાયલ જવાનનું સારવાર દરમિયાન જ મૃત્યુ થયું હતું.

પ્રાપ્ય માહિતી પ્રમાણે ડ્રોન દ્વારા પર્વતો અને જંગલો ઉપર સર્ચ ઓપરેશન ચાલુ છે. દરમિયાન બે આતંકીઓને મારી પણ નખાયા છે. હજી બે આતંકીઓ પર્વતો સ્થિત જંગલોમાં છુપાયા છે પરંતુ તેઓ ઘાયલ થયેલા છે છતાં તે સ્થિતિમાં પણ ગોળીબારો કરી રહ્યા છે.

આ સામસામા ગોળીબારોને લીધે આ વિસ્તારની તમામ સ્કૂલો બંધ કરી દેવાઈ છે. પાંચ દિવસથી સ્કૂલો બંધ છે. આ વિસ્તારના નાગરિકોને પણ થોડો સમય પૂરતા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જો કે અત્યારે સ્થિતિ તેવી છે કે આતંકીઓ એટલી હદે ઘેરાઈ ગયા છે કે તેઓ નાસી શકે તેમ નથી. સાથે સુરક્ષા દળોનું અનુમાન છે કે હવે તેઓની પાસે દારૂગોળો પણ ખૂટી ગયો હોવા સંભવ છે. જે કંઈ ગોળીઓ બચી છે તેથી છુટક છુટક ગોળીબારો કરે છે. તેઓ ઊંચાઈ ઉપર રહ્યા હોવાથી હજી સુધી બચી શક્યા છે.

સલામતી દળો આતંકીઓનું નેટવર્ક શોધી રહ્યા છે. તેમને મળેલી બાતમી પ્રમાણએ કુલ ૨૮ આતંકીઓ અનંતનાગ અને કુલગામ વિસ્તારમાં છુપાયેલા છે. આ ૨૮માં ૧૬ આતંકીઓ સ્થાનિક છે. કુલ ૨૮ આતંકીઓમાં ૧૧ હિઝબુલ મુઝાહીદ્દીન, ૭ લશ્કરે તૈયબના છે. જયારે ૧૨ પાકિસ્તાનીઓ છે.

આતંકવાદ અંગે અગાઉ પણ કહેવામાં આવ્યું છે કે વાસ્તવમાં પાકિસ્તાની નાગરિક સરકારનો તેનાં લશ્કર ઉપર કોઈ કાબુ જ નથી. તેથી ઉલટું લશ્કરનો સરકાર ઉપર પ્રભાવ છે. બીજી તરફ પાકિસ્તાનમાં બેકારી ફાટફાટ છે. પહેલેથી જ ત્યાં રોજગારી રચનાત્મક રોજગારી ઘણી ઓછી હોવાથી યુવાનોને આતંકી બનાવવા સરળ પડે છે. એક માહિતી પ્રમાણે તેમને પાંચ પાંચ લાખ રૂપિયા અપાય છે. જો માર્યા જાય તો બીજી પાંચ લાખ તેમના કુટુંબને અપાય છે. પ્રશ્ન તે છે કે આ પૈસા કયાંથી આવે છે, જો જવાબ તે છે કે પાકિસ્તાનને આરોગ્ય શિક્ષણ અને મહિલા તથા સામાજિક ઉત્કર્ષ માટે આઇએમએફ વર્લ્ડ બેંક દ્વારા અપાતાં નાણાં તે ઉક્ત કાર્યોમાં નહીં વાપરતાં આતંકીઓને આપે છે. તેથી તેમણે પાકિસ્તાનને નાણા આપવાનું બંધ કર્યું છે. આઈએમએફ થોડી મદદ કરે છે. બાકી ચીન અને સઉદ અરબસ્તાનની પાસે ભિક્ષા દ્વારા નાણાં મેળવી સતાવે છે. જોકે હવે તો ચીનનું અર્થતંત્ર રસ્તા ત્યાંની મદદ ઘણી ઘટી ગઈ છે. પારકે પૈસે પાક આતંકવાદ ચલાવે છે.


Google NewsGoogle News