'હું ડરી જવાનો નથી...', અજમેર શરીફ દરગાહની નીચે મંદિર હોવાનો દાવો કરનારા વિષ્ણુ ગુપ્તાની ગાડી પર ફાયરિંગ
Image: Facebook
Vishnu Gupta Firing: અજમેર દરગાહમાં મંદિર વિવાદથી જોડાયેલા મામલે અરજીકર્તા અને હિન્દુ સેનાના અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાની ગાડી પર ફાયરિંગની જાણકારી સામે આવી રહી છે. વિષ્ણુ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે બે અજાણ્યા બદમાશોએ તેમની કાર પર ફાયરિંગ કર્યું. ઘટનાની જાણકારી મળ્યા બાદમાં એસપી સહિત ઉચ્ચ અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા છે.
હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કહ્યું, 'હું દિલ્હી તરફ જઈ રહ્યો હતો. મે બાઈક પર 2 લોકોને જોયા અને જ્યારે મે ફાયરિંગનો અવાજ સાંભળ્યો, મે ડ્રાઈવરને કારની સ્પીડ વધારવા માટે કહ્યું. બાદમાં તે ભાગી ગયા. આ મને અજમેર દરગાહ મામલે આગળ વધવાથી રોકવા માટે એક ઘડાયેલું ષડયંત્ર છે. આ પહેલા પણ મને કેસ પાછો લેવાની ધમકીઓ મળી હતી. હું ડરવાનો નથી. અજમેરના એસપીએ કહ્યું કે 'તેમણે પોતાની કાર પર ફાયરિંગની ફરિયાદ આપી છે. અમે કેસની તપાસ કરી રહ્યાં છીએ.'
પહેલા ફોન પર આપી હતી ધમકી
રિપોર્ટ અનુસાર હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ એક ફોટો પણ શેર કર્યો છે. આમાં તેમની કાર પર ગોળીના નિશાન સ્પષ્ટ જોવા મળી રહ્યાં છે. વિષ્ણુ ગુપ્તા પહેલા પણ કોર્ટને એ જણાવી ચૂક્યાં છે કે તેમના જીવને જોખમ છે. તેમને ઘણી વખત ધમકીઓ મળી ચૂકી છે. કાલે કોર્ટમાં સુનાવણી દરમિયાન પણ અમુક જ લોકોને એન્ટ્રી આપવામાં આવી હતી. જોકે, આજે તેમની ગાડી પર બે બદમાશોએ ફાયરિંગ કર્યું છે.
વિષ્ણુ ગુપ્તાએ દાખલ કરી છે અરજી
વિષ્ણુ ગુપ્તાએ કોર્ટમાં અરજી દાખલ કરતાં દાવો કર્યો છે કે જે સ્થળ પર દરગાહ બનાવવામાં આવી છે. ત્યાં પહેલા એક શિવ મંદિર હતું અને મંદિરની જાણકારી મેળવવા માટે સર્વે કરવો જોઈએ. આ મામલે શુક્રવારે મનમોહન ચંદેલની કોર્ટમાં સુનાવણી થઈ. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાની અરજીથી વિવાદ ઊભો થઈ ગયો હતો. મુસ્લિમ ધર્મગુરુઓ અને નેતાઓએ આની પર આકરી નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે આ પ્રકારની ઘટનાઓ દેશમાં એકતા અને અખંડતાના વિરુદ્ધ છે. તેને રોકવી જોઈએ.