Get The App

VIDEO: હિંસક થઈ હરિયાણા ચૂંટણી: કોંગ્રેસ ઉમેદવારના કાફલા પર ફાયરિંગ, બે લોકો ઈજાગ્રસ્ત

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
Firing At Congress MLA Pradeep Chaudhary Convoy


Firing At Congress MLA Pradeep Chaudhary Convoy : હરિયાણા વિધાનસભાની ચૂંટણી પ્રચાર દરમિયાન પંચકુલામાં એક મોટી ઘટના બની હતી. જેમાં રાયપુરરાની પાસેના ભરૌલી ગામમાં કાલકા સીટના કોંગ્રેસના ઉમેદવાર અને ધારાસભ્ય પ્રદીપ ચૌધરીના કાફલા પર ફાયરિંગ થયું હતું. સમગ્ર ઘટનામાં કાફલામાં હાજર પ્રદીપ ચૌધરીના બે સમર્થકો ગોલ્ડી અને દિનેશને ગોળી વાગી જતા ગંભીર હાલતમાં તેમને ચંદીગઢ પીજીઆઈમાં રીફર કરવામાં આવ્યા છે. ફાયરિંગના બનાવથી ઘટનાસ્થળ પર અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી.

આ પણ વાંચો : 'જો રામ કો લાયે હે...', સિંગર કનૈયા મિત્તલને લઈને કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ગૃહ મંત્રાલયે આપ્યો આ આદેશ

ઘટનાને લઈને પોલીસની તપાસ શરુ

ફાયરિંગની ઘટના વખથે કાફલામાં હાજર પ્રદીપ ચૌધરીએ ઘટનાને વખોડી કાઢી હતી. ઘટનાને લઈને પોલીસે કેસ નોંધીને પંચકુલા ડીસીપી અને સીઆઈએ દ્વારા તપાસ ચાલી રહી છે. જેમાં પોલીસ ઘટનાસ્થળ પર હાજર લોકોની પૂછપરછ કરવાની સાથે નજીકના વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ કરી રહી છે. 



ગેંગસ્ટર ભૂપ્પી રાણા ગેંગ પર શંકા

મળતી માહિતી પ્રમાણે, રાયપુર રાની નજીકના ભરૌલી ગામથી પ્રદીપ ચૌધરીનો કાફલો આજે શુક્રવારે પસાર થઈ રહ્યો હતો, ત્યારે આરોપી બાઈક પર આવીને ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા, જેમાં કાફલાના ડ્રાઈવર ગોલ્ડીને છાતીના ભાગે અને દિનેશને હાથના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. કાલકાના ખેડી ગામના ગોલ્ડી વિરુદ્ધમાં રાયપુરરાની પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે. જેમાં તાજેતરમાં જ તેની પાસેથી પિસ્તોલ અને કારતુસ મળી આવી હતી. આ ઘટનામાં ગોલ્ડી પર ફાયરિંગ ગેંગસ્ટર ભૂપ્પી રાણાની ગેંગ દ્વારા કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. 



હાઈકોર્ટે એક કેસમાં પ્રદીપને 3 વર્ષની જેલની સજા ફટકારી હતી

પ્રદીપ ચૌધરી કાલકા સીટના ધારાસભ્ય છે. 2019માં હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપની લતિકા શર્માને હરાવ્યાં હતા. કોંગ્રેસે તેમના પર વિશ્વાસ રાખીને ફરી એકવાર મેદાનમાં ઉતાર્યા છે. હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે એક કેસમાં પ્રદીપ ચૌધરીને 3 વર્ષની જેલની સજા ફટકાર્યા બાદ તેમની સદસ્યતા પૂરી કરી દેવામાં આવી હતી. જો કે, આ પછી સજા પર રોક લગાવી દેવામાં આવી હતી.


Google NewsGoogle News