કેજરીવાલના જેલથી છૂટ્યાં બાદ પણ વિવાદ, રોડ શૉમાં ફટાકડાં ફોડવામાં આવતા પોલીસ કેસ નોંધાયો
Supreme Court granted bail to Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે જામીન આપી દીધા છે. આ જામીન સાથે જ સુપ્રીમ કોર્ટે અમુક શરતો પણ રાખી છે. આ શરતો હેઠળ કેજરીવાલ સીએમ ઓફિસનો ઉપયોગ નહીં કરી શકે અને કોઈપણ સરકારી દસ્તાવેજ પર સહી નહીં કરી શકે. જોકે જામીન પર જેલથી બહાર આવતા જ તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન જ કોઈએ તેમના સ્વાગત માટે ફટાકડાં ફોડતા આ મામલે એફઆઈઆર દાખલ થઇ છે.
ફટાકડા ફોડવા બદલ FIR નોંધાઈ
ખરેખર તો અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા પછી તેમના સમર્થકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ તેમના સ્વાગત માટે કેજરીવાલના ઘરની બહાર ફટાકડા ફોડ્યા હતા. હવે દિલ્હી પોલીસે આ અંગે FIR નોંધી છે. આ FIR અજાણ્યા લોકો વિરુદ્ધ નોંધવામાં આવી છે. હાલમાં દિલ્હીમાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.