‘...નહીં તો તમે કહેશો, સુપ્રીમ કોર્ટના કારણે વધ્યું પ્રદૂષણ’ SCએ દિલ્હી સરકારની ઝાટકણી કાઢી

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકારોને કહ્યું, ‘જે કરવું હોય તે કરો, પણ પરાળી સળગાવવાની ઘટના રોકો’

SCએ કહ્યું, ‘અમે દિલ્હી સરકારને ઓડ-ઈવન લાગુ કરવા કહ્યું નથી, જો તેનાથી થોડી પણ અસર થતી હોય તો તે લાગુ કરો’

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
‘...નહીં તો તમે કહેશો, સુપ્રીમ કોર્ટના કારણે વધ્યું પ્રદૂષણ’ SCએ દિલ્હી સરકારની ઝાટકણી કાઢી 1 - image

નવી દિલ્હી, તા.10 નવેમ્બર-2023, શુક્રવાર

સુપ્રીમ કોર્ટે (Supreme Court) પરાળ સળગાવવાના મામલે ફરી પંજાબ અને દિલ્હી સરકાર (Punjab and Delhi Government)ની ઝાટકણી કાઢી છે. સુપ્રીમ કોર્ટે બંને રાજ્યોની પાસેના રાજ્યોમાં પરાળ સળગાવવાની ઘટનાઓને રોકવા કહ્યું છે. કોર્ટે એમ પણ કહ્યું કે, પ્રદૂષણ અટકાવવા જે પણ નિર્ણયો લેવાયા છે, તેના પરિણામ જોઈએ. 

પ્રદૂષણ મામલે સુપ્રીમે કહ્યું, ‘જમીની સ્તરે કોઈપણ કાર્ય દેખાતું નથી’

દિલ્હી-NCRમાં ખતરનાક હવા પ્રદૂષણના એક કેસમાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની 3 ખંડપીઠે કહ્યું કે, પ્રદૂષણ અંગેના ઘણા રિપોર્ટ અને સમિતિઓ બનાવેલી છે, જોકે જમીની સ્તરે કોઈપણ કાર્ય દેખાતું નથી. ન્યાયાધીશ સંજય કિશન કૌલ, સુધાંશુ ધુલિયા અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચે કહ્યું કે, પ્રદૂષણ ઘટાડવા માટે ઉકેલો શોધવા પડશે. કોર્ટે કહ્યું કે, ખેતરોમાં આગની ઘટનાઓ બંધ થવી જોઈએ, દિવાળીની રજાઓમાં પણ ઘટાડો થવો જોઈએ.

SC કેન્દ્ર-દિલ્હી સરકારને કહ્યું, ‘પ્રદૂષણ કેવી રીતે ઘટાડવાનું તે તમારું કામ છે’

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને કહ્યું કે, અમે ઈચ્છીએ છીએ કે, ખેતરોમાં આગ ન લાગે અને હવા પણ શુદ્ધ થાય, જોકે આનો ઉકેલ કેવી લાવવો તે તમારું કામ છે... દિવાળીની રજાઓમાં પણ આગની ઘટનાઓમાં ઘટાડો થવો જોઈએ. અમે તમને સલાહ આપતા કહ્યું હતું કે, પ્રદૂષણ કેવી રીતે ઘટાડવાનું તે તમારું કામ છે. ખેતરોમાં આગની ઘટનાઓ અટકવી જોઈએ. ખેતરોમાં આગની ઘટનાઓ રોકવા કેટલાક ઈમરજન્સી નિર્ણયોની જરૂર છે. કોર્ટે આદેશ આપ્યો કે, કેબિનેટ સચિવ પ્રોગ્રેસ પર નજર રાખવાનું ચાલુ રાખશે. આ સાથે કોર્ટે આગામી સુનાવણી 21 નવેમ્બરે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

‘નહીં તો તમે કહેશો કે, સર્વોચ્ચ અદાલતના કારણે વધ્યું પ્રદૂષણ’

ઉપરાંત સુપ્રીમ કોર્ટે ઓડ-ઈવન મામલે કહ્યું કે, દિલ્હી સરકાર ટેક્સિઓ પર પણ ઓડ-ઈવન લાગુ કરે તેવું અમે કહ્યું નથી. કોર્ટે એમ પણ કહ્યું કે, પ્રદૂષણનો દોષ અમારા માથે ન નાખે. કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે, તમારે જે કરવું હોય તે કરો, જો ઓડ-ઈવનથી આંશિક અસર પણ થતી હોય તો તે લાગુ કરો... આ તમારે નિર્ણય લેવો પડશે, નહીં તો તમે કહેશો કે, સર્વોચ્ચ અદાલતના કારણે વધ્યું છે. બેંચે કહ્યું કે, સુપ્રીમ કોર્ટ પરિણામ જોવા માંગે છે.


Google NewsGoogle News