ફટાકડાથી ફેલાતું પ્રદૂષણ કેટલું ખતરનાક, હવામાં ઝેરીવાયુ ભળતા શરીરમાં કેવી પડે છે અસર ? જાણો વિગત

સુપ્રીમ કોર્ટે પણ ફટાકડા ફોડી આતશબાજી કરવા પર પ્રતિબંધનો મુક્યો છે

એમોનિયમ અને પોટેશિયમ ફેફસાના કેન્સરનું કારણ પણ બની શકે છે

Updated: Nov 14th, 2023


Google NewsGoogle News
ફટાકડાથી ફેલાતું પ્રદૂષણ કેટલું ખતરનાક, હવામાં ઝેરીવાયુ ભળતા શરીરમાં કેવી પડે છે અસર ? જાણો વિગત 1 - image
Image Envato

તા. 14 નવેમ્બર 2023, મંગળવાર 

હાલમાં દિવાળીમાં દિલ્હી એનઆરસીમા દે આતશબાજી કરવામાં આવી તે જગ્યા પર ધુમાડાની ચાદર છવાઈ ગઈ હતી. તેની અસર એ થઈ કે એક્યુઆઈ (AQI) 900 ને પાર પહોચી ગયો હતો. માત્ર દિલ્હી જ નહીં દેશના મોટાભાગના  રાજ્યોમાં આતશબાજી અને ધમાકાવાળા ફટાકડા ફોડવામાં આવ્યા છે. 

સુપ્રીમ કોર્ટે પણ ફટાકડા ફોડી આતશબાજી કરવા પર પ્રતિબંધનો મુક્યો છે

દિલ્હીમાં દિવાળી પહેલા પ્રદૂષણનું લેવલ એટલુ વધી જાય છે કે છેલ્લા કેટલાક સમયથી સુપ્રીમ કોર્ટ દ્વારા દર વખતે પ્રતિબંધનો આદેશ આપવો પડે છે. આ વખતે પણ સુપ્રીમ કોર્ટ દ્વારા ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ કરવામાં આવ્યો, પરંતુ દિવાળીની રાત્રે જે ફટાકડા ફોડવામાં આવ્યા અને આતશબાજી કરવામાં આવી તેને જોતા પ્રતિબંધ જેવુ ક્યાંય જોવા નથી મળ્યું. એક નાના સામાન્ય ફટાકડામાંથી પણ ઘણો ધુમાડો નીકળે છે, હવે લાખોની સંખ્યામાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે. તો તમે વિચાર કરો આ કેટલુ પ્રદુષણ ફેલાય છે. 

ફટાકડાથી ફેલાતું પ્રદૂષણ કેટલું ખતરનાક, હવામાં ઝેરીવાયુ ભળતા શરીરમાં કેવી પડે છે અસર ? જાણો વિગત 2 - image

ફટાકડામાંથી નીકળતો ધુમાડો ખૂબ જ ખતરનાક

ફટાકડામાંથી નીકળતો ધુમાડો અતિશય ખતરનાક છે. હકીકતમાં ફટાકડામાં ઘણા પ્રકારના કેમિકલ હોય છે, જેના રિએક્શન બાદ જ તેમાથી ઘમાકો થાય છે અથવા તેમાથી અલગ- અલગ કલરો જોવા મળતા હોય છે. ફટાકડામાં રહેલા સલ્ફર ડાયોક્સાઇડ ખૂબ જ ખતરનાક છે. આ માનવ શરીર માટે ખૂબ જ ખતરનાક છે, આવી હવામાં શ્વાસ લેતા મોટાભાગના લોકો અસ્થમા જેવી બીમારીઓનો ભોગ બની શકે છે.

હવામાં ઝેર ફેલાવે છે અને કેટલીક નવી બીમારી પેદા કરે છે

ફટાકડા ફોડવાથી જે જોરદાર ધમાકો થાય છે તેના માટે પોટેશિયમ નાઈટ્રેટનો ઉપયોગ કરવામાં આવે છે. પોટેશિયમ નાઈટ્રેટ આંખો અને ત્વચા માટે નુકસાનનું કારણ બને શકે છે. એમોનિયમ અને પોટેશિયમ ફેફસાના કેન્સરનું કારણ પણ બની શકે છે. આ ઉપરાંત ફટાકડામાંથી બોરિયમ નાઈટ્રેટ પણ નીકળે છે, જેનાથી બળતરા અને સ્નાયુઓના બીમારી થવાનો ભય રહે છે. ફટાકડામાં પારો, મેગ્નેશિયમ, કાર્બન મોનોક્સાઇડ અને સીસા જેવા ખતરનાક રસાયણોનો પણ ઉપયોગ કરવામા આવે છે. એટલે આમ જોઈએ તો, થોડા દિવસો સુધી ફટાકડાના ધુમાડાવાળો શ્વાસ લેવામાં આવે તો કેટલીક ખતરનાક બીમારીઓ સામનો કરવો પડી શકે છે.



Google NewsGoogle News