દિલ્હીના કનોટ પ્લેસના ગોપાલદાસ બિલ્ડીંગમાં ભીષણ આગ, ફાયર વિભાગની 16 ગાડીઓ ઘટનાસ્થળે

હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી

Updated: Dec 21st, 2023


Google NewsGoogle News
દિલ્હીના કનોટ પ્લેસના ગોપાલદાસ બિલ્ડીંગમાં ભીષણ આગ, ફાયર વિભાગની 16 ગાડીઓ ઘટનાસ્થળે 1 - image

image : Twitter


Fire breaks out in Connaught Place Delhi : રાજધાની દિલ્હીના કનોટ પ્લેટ વિસ્તારમાં આવેલી ગોપાલદાસ બિલ્ડિંગમાં ગુરુવારે ભીષણ આગની ઘટના બની. આગ ઓલવવા માટે લગભગ 16 ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને ત્યારબાદ મહામહેનતને આગ પર કાબૂ મેળવાયો હતો. 

11મા માળે આગ લાગી હોવાનો દાવો 

માહિતી અનુસાર 11મા માળે આગની ઘટના બની હોવાનો દાવો કરાયો છે. જોકે થોડીક જ વારમાં આખી બિલ્ડિંગની ચારેકોર ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા જેના બાદ ત્યાં અફરાતફરી મચી ગઈ હતી. 

સદભાગ્યે કોઈ મોટી જાનહાનિ ન થઇ 

અહેવાલ અનુસાર સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નહોતી. સુરક્ષિત રીતે લોકોને બહાર કાઢી લેવાયા હતા. ત્યારબાદ લોકોને ઈમારતથી દૂર રહેવાની સલાહ અપાઈ હતી. જે તસવીરો સામે આવી રહી હતી તેમાં ઈમારતમાંથી ભયંકર જ્વાળાઓ નીકળી દેખાઈ રહી હતી. 

દિલ્હીના કનોટ પ્લેસના ગોપાલદાસ બિલ્ડીંગમાં ભીષણ આગ, ફાયર વિભાગની 16 ગાડીઓ ઘટનાસ્થળે 2 - image






Google NewsGoogle News