ગુરુગ્રામમાં દર્દનાક ઘટના: શોર્ટસર્કિટ થતાં મકાનમાં લાગી આગ, 4 લોકો જીવતા ભુંજાયા
Gurugram Fire: હરિયાણાના ગુરૂગ્રામથી મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. સરસ્વતી એનક્લેવના જી બ્લોકમાં આવેલા એક મકાનમાં આગ લાગી હોવાની ઘટના બની છે. આગ લાગતાં ચાર લોકો જીવતા ભુંજાયા છે. તમામ મૃતકો ગારમેન્ટ કંપનીમાં ટેલરનું કામ કરતા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુરૂગ્રામના સરસ્વતી એનક્લેવના જી બ્લોકમાં શુક્રવારે મોટી રાત્રે લગભગ 2:00 વાગે આગ લાગી હતી. આગની ચપેટમાં આવતાં ચાર લોકોના મોત થયા છે. જીવતા સળગી જનારા લોકોની ઉંમર 18 વર્ષથી 28 વર્ષની વચ્ચે છે.
પ્રાથમિક જાણકારી અનુસાર તમામ લોકો ગારમેન્ટ કંપનીમાં ટેલરનું કામ કરતા હતા. તમામ લોકો મૂળ બિહારના રહેવાસી છે. મૃતકોમાં એક પરણિત હતો. તેની પત્ની અને બાળકો દિવાળીના તહેવાર પર ઘરે આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું અનુમાન છે, જોકે તપાસ બાદ આગ લાગવાનું સાચું કારણ જાણી શકાશે.