VIDEO: ઝાંસીમાં મોટી દુર્ઘટના : મેડિકલ કોલેજમાં લાગી વિકરાળ આગ, 10 બાળકોના મોત
Jhansi Medical College Fire Incident : ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં આજે શુક્રવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના સર્જાઈ. આગ લાગવાની મોટી ઘટનામાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત નીપજ્યાં. સમગ્ર ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી. હાલ આગ લાગવાનું કારણ જાણવા મળ્યું નથી. રેસ્ક્યુ ટીમ બચાવ કાર્યમાં લાગી.
સમગ્ર ઘટના મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત તમામ વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. જ્યારે ઘટનાને પગલે મેડિકલ કોલેજની વિજળી કાપી નાખવામાં આવી છે. અત્યાર સુધીમાં 37થી વધુ બાળકોને બચાવીને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
ઘટનાને લઈને મુખ્યમંત્રી યોગીએ શોક વ્યક્ત કર્યો