કર્ણાટકમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગથી 12 લોકો જીવતા ભૂંજાયા, CMએ દુઃખ વ્યક્ત કર્યું

ગોડાઉનમાં વાહનમાંથી ફટાકડા ઉતારતી વખતે આ ઘટના બની

ગંભીર રીતે દાઝી ગયેલા ચારમાંથી એકની હાલત ગંભીર

Updated: Oct 8th, 2023


Google NewsGoogle News
કર્ણાટકમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગથી 12 લોકો જીવતા ભૂંજાયા, CMએ દુઃખ વ્યક્ત કર્યું 1 - image


fire broke out in Karnataka : કર્ણાટકમાં ગઈકાલે એક મોટી દુર્ઘટના બની હતી જેમાં મોડી સાંજે બેંગલુરુ શહેરના આનેકલ તાલુકામાં એક ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગ (fire broke out in a firecracker warehouse) ફાટી નીકળી હતી જેમાં 12 લોકોના (12 people  have died) મોત થયા હતા તેમજ  ગોડાઉનના માલિક સહિત અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને હાલ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

 

આગ પર 80 ટકા જેટલો કાબુ મેળવી લેવામાં આવ્યો

આ ઘટનાની વધુ વિગત આપતા બેંગલુરુ રુરલ એસપીએ જણાવ્યુ હતું કે શહેરમાં બાલાજી ક્રેકર્સ (Balaji Crackers) નામના ગોડાઉનમાં વાહનમાંથી ફટાકડા (accident occurred while unloading crackers) ઉતારતી વખતે આ ઘટના બની હતી. હાલ આગ પર 80 ટકા જેટલો કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આગ ગંભીર રીતે દાઝી ગયેલા ચારમાંથી એકની હાલત ખુબ જ ગંભીર હોવાથી તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ મૃતકોની ઓળખ મેળવવાનો પ્રયાસ પોલીસ હાથ ધરી રહી છે તેમજ આગળની કાર્યવાહી પણ કરી રહી છે. 

મુખ્યમંત્રીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

કર્ણાટકના મુખ્યમંત્રી(Karnataka CM) સિદ્ધારમૈયા (Siddaramaiah)એ આ દુર્ઘટના પર સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને દુઃખ (expressed grief) વ્યક્ત કર્યું હતું. તેમણે લખ્યુ હતું કે બેંગલુરુ સિટી જિલ્લામાં આનેકલ નજીક ફટાકડાના ગોડાઉનમાં આગ લાગવાથી 12 લોકોના મોત થયાના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ (deeply saddene) થયું છે. હું અકસ્માત સ્થળ પર જઈને તપાસ કરીશ અને મૃતક શ્રમિકોના પરિવારજનો પ્રત્યે મારી (Condolences to the families) સંવેદના.

કર્ણાટકમાં ફટાકડાના ગોડાઉનમાં ભીષણ આગથી 12 લોકો જીવતા ભૂંજાયા, CMએ દુઃખ વ્યક્ત કર્યું 2 - image


Google NewsGoogle News