મહારાષ્ટ્રમાં હેન્ડ ગ્લોવ્સ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ, ગંભીર રીતે દાઝી ગયેલા 6 લોકોનાં મોત
ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી રાહત-બચાવ કામગીરી હાથ ધરી
આગને કાબૂ કરી લેવામાં આવી હોવાનો દાવો
image : Twitter |
Maharastra Fire News | મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક હેન્ડ ગ્લોવ્સ બનાવતી કંપનીમાં ભયંકર આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ગંભીર રીતે દાઝી જવાને કારણે 6 લોકોના મોત નીપજ્યાં હતા. ઉલ્લેખનીય છે કે આગની ઘટના એક હેન્ડ ગ્લોવ્સ બનાવતી ફેક્ટરીમાં લાગી હતી. ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચી રાહત-બચાવ કામગીરી હાથ ધરી હતી. અગાઉ આ ફેક્ટરીની આગમાં પાંચ લોકો ફસાયા હોવાની જાણકારી મળી હતી.
વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી
માહિતી અનુસાર મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આજે વહેલી સવારે હેન્ડ ગ્લોવ્સ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી. સ્થાનિકોએ જણાવ્યું હતું કે વલુજ MIDC વિસ્તારમાં આવેલી બિલ્ડિંગની અંદર ઘણાં કર્મચારીઓ ફસાયેલા હતા. કંપનીનું નામ રિયલ સનશાઈન હોવાની જાણકારી મળી હતી.
આગ કાબૂમાં લેવાઈ
પોલીસે અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટી કરી હતી. જ્યારે ઘાયલોને સારવાર માટે છત્રપતિ સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગ ઓલવવા માટે ફાયર બ્રિગેડની બેથી ત્રણ ગાડીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ ટુકડી આવી પહોંચી હતી. હાલ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો છે.