મહાકુંભમાં ફરી આગ, રેસ્ટોરન્ટમાં લાખોનો સામનો બળીને ખાખ, ફાયર વિભાગે તાત્કાલિક મેળવ્યો કાબૂ
Maha Kumbh Fire News : પ્રયાગરાજ મહાકુંભમાં આજે રવિવારે ફરી વખત આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. મહાકુંભના સેક્ટર 23ના અરેલ વિસ્તારમાં આવેલા એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં લાખોના સામનને નુકસાન થયુ હોવાનું સામે આવ્યું છે. જો કે, આગ લાગવાના બનાવમાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી.
મહાકુંભ મેળા વિસ્તારમાં લાગી આગ
પ્રયાગરાજ મહાકુંભના સેક્ટર 23ના અરેલ વિસ્તારમાં આવેલા એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. આ ઘટનામાં રેસ્ટોરન્ટમાં હાજર ગ્રાહકો અને કર્મચારીઓનો આબાદ બચાવ થયો હતો. આગ લાગવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળો દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ બાદ તંત્ર એક્શનમાં, ખુદ DIGએ મોરચો સંભાળ્યો
મળતી માહિતી મુજબ, મહાકુંભ મેળાના વિસ્તારમાં અરેલ મેઈન રોડ તરફ આગ લાગ હતી. જેમાં મહારાજ ભોગ પ્રસાદમમાં સ્થિત બાબા ટી સ્ટોલમાં આગ લાગી હતી. સમગ્ર ઘટનાને પગલે ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.