હિંદ મહાસાગરમાં ઈઝરાયલના વેપારી જહાજ પર ડ્રોન હુમલો, ભારતીય નૌસેના મદદે પહોંચી
ઈઝરાયલના જહાજ પર ડ્રોન હુમલા બાદ આગ લાગી
ICGS વિક્રમે આ વિસ્તારના તમામ જહાજોને સહાય પૂરી પાડવા માટે એલર્ટ કર્યા
Drone Attack: હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હિંદ મહાસાગરમાં ઈઝરાયલના એક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. અહેવાલ અનુસાર, આ હુમલો 23મી ડિસેમ્બરે શંકાસ્પદ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો, જેના કારણે ઈઝરાયલના વેપારી જહાજને નુકસાન થયું હતું. જોકે, કોઈ જાનહાનિ થઈ નથી.
ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મદદ માટે રવાના
સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, "ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ ICGS વિક્રમ પોરબંદર અરબી સમુદ્રમાં વેપારી જહાજ MV કેમ પ્લુટો તરફ જઈ રહ્યું છે. આ જહાજ ક્રૂડ ઓઈલ લઈને સાઉદી અરેબિયાના એક બંદરેથી મેંગલોર તરફ જઈ રહ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર. જ્યારે આગ ઓલવાઈ ગઈ છે, ત્યારે તેની કામગીરી પર અસર પડી છે. લગભગ 20 ભારતીયો સહિત તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે. ICGS વિક્રમે આ વિસ્તારના તમામ જહાજોને સહાય પૂરી પાડવા માટે એલર્ટ કરી દીધા છે."
અગાઉ ઈઝરાયલના જહાજ પર ડ્રોન હુમલો થયો હતો
યમનના હુથી બળવાખોરોએ હુમલો કર્યાની આશંકા
ગયા મહિને જ યમનના હુથી બળવાખોરોએ લાલ સમુદ્રના શિપિંગ માર્ગ પર ભારત આવતા ઈઝરાયેલ સાથે જોડાયેલા કાર્ગો જહાજનું અપહરણ કર્યું હતું. બળવાખોરોએ જહાજના 25 ક્રૂ મેમ્બરને પણ બંધક બનાવ્યા હતા. આવી સ્થિતિમાં ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ અનુસાર ઈઝરાયલના અધિકારીઓ પણ આ ઘટનાને હુથી બળવાખોરો સાથે જોડી રહ્યા છે.