'કાયદો લાવીને મુસ્લિમોને મત આપવાથી રોકવામાં આવે', આવી ટિપ્પણી કરીને બરાબરના ફસાયા મહંત, કેસ દાખલ
Karnataka News: મુસ્લિમોને મતાધિકારથી વંચિત કરવા સંબંધિત ટિપ્પણીને લઈને વિશ્વ વોક્કાલિગા મહાસમસ્તન મઠના મહંત કુમાર ચંદ્રશેખરનાથ સ્વામી વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે. પોલીસે શુક્રવારે આ અંગે માહિતી આપી. મહંતે આ નિવેદન કર્ણાટક વક્ફ બોર્ડની નોટિસ વિરૂદ્ધ ભારતીય કિસાન સંઘ દ્વારા મંગળવારે અહીં આયોજિત એક સભામાં આવ્યું હતું.
પોલીસે જણાવ્યું કે, એક સામાજિક કાર્યકર્તાની ફરિયાદના આધાર પર અહીં ઉપ્પરપેટ પોલીસ સ્ટેશનમાં બુધવારે મહંત વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. અમે તેમના વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 299 (જાણી જોઈને કરવામાં આવેલા અથવા દુર્ભાવનાપૂર્ણ કૃત્ય, જેનો ઉદ્દેશ્ય કોઈ વર્ગ કે ધર્મ કે ધાર્મિક વિશ્વાસોનું અપમાન કરવા અને તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો છે) જે હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: હિંસા વચ્ચે બાંગ્લાદેશનું ભારતને ખિજવતું પગલું, પાકિસ્તાનથી ખરીદયો હથિયારોનો મોટો જથ્થો
મહંતે શું કહ્યું હતું?
સ્વામીજીએ ખેડૂતો અને તેમની જમીનની રક્ષા માટે તમામને એકજૂટ થવાનો આગ્રહ કરતા કથિત રીતે કહ્યું હતું કે, 'એવો કાયદો લાવવો જોઈએ જેમાં મુસ્લિમોને મતદાનનો અધિકાર ન હોય.'
તેમણે કથિત રીતે કહ્યું હતું કે, 'એ નક્કી કરવું જોઈએ કે, કોઈ વક્ફ બોર્ડ ન હોય. કોઈ બીજાની જમીન છીનવવી ધર્મ નથી. ખેડૂતોની સાથે થઈ રહેલા અન્યાય વિરૂદ્ધ તમામે લડવું જોઈએ. એવું કહેવામાં આવે છે કે, વક્ફ બોર્ડ કોઈની પણ જમીન પર દાવો કરી શકે છે. આ ખુબ મોટો અન્યાય છે. એટલા માટે એ નક્કી કરવું જોઈએ કે ખેડૂતોની જમીન તેમની પાસે જ રહે.'
સ્વામીજીએ પોતાના નિવેદન પર બુધવારે સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, 'તેમની જીભ લપસી ગઈ હતી. મુસ્લિમો પણ દેશના નાગરિક છે અને તેમને પણ અન્ય લોકોની જેમ મતાધિકાર મળેલ છે.'