Get The App

ભાજપના દિગ્ગજ સાંસદ 'ફેક ન્યૂઝ' ફેલાવવાના આરોપમાં ફસાયા, પોલીસે એફઆઈઆર દાખલ કરી

Updated: Nov 8th, 2024


Google NewsGoogle News
ભાજપના દિગ્ગજ સાંસદ 'ફેક ન્યૂઝ' ફેલાવવાના આરોપમાં ફસાયા, પોલીસે એફઆઈઆર દાખલ કરી 1 - image


FIR Against BJP MP Tejasvi Surya : ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યા અને કેટલાક કન્નડ ન્યૂઝ પોર્ટલ વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા મામલે FIR નોંધવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે, સૂર્યા તેમજ અન્યો વિરુદ્ધ વકફ બોર્ડ (Waqf Board)ના જમીન વિવાદ સાથે ખેડૂતની આત્મહત્ચાની ઘટના જોડી ફેક ન્યૂઝ ફેલાવવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. સૂર્યાએ સાતમી નવેમ્બરના રોજ ‘X’ પર પોસ્ટ કરીને આક્ષેપ કર્યો હતો કે, ‘વકફ બોર્ડે જમીન હસ્તગત કરી લીધી હોવાની માહિતી મળ્યા બાદ હાવેરી જિલ્લાના એક ખેડૂતે કથિત આત્મહત્યા કરી લીધી.’

વિવાદ બાદ સૂર્યાએ ડિલિટ કરી દીધી પોસ્ટ

તેજસ્વી સૂર્યાએ કર્ણાટક સરકાર પર આક્ષેપ કરી X પર લખ્યું હતું કે, ‘મુખ્યમંત્રી સિદ્ધારમૈયા (CM Siddaramaiah ), કર્ણાટક સરકારમાં આવાસ, વકફ અને લઘુમતી વિકાસ મંત્રી બી. જેડ. ઝમીર અહેમદ ખાને લઘુમતીઓને ખુશ કરવા માટે રાજ્યમાં વિનાશકારી સ્થિતિ ઉભી કરી છે, જેને રોકવી અસંભવ છે.’ ત્યારબાદ હાવેરી જિલ્લાના પોલીસ અધિક્ષકે આ સમાચાર ફેક હોવાનું જાહેર કર્યા બાદ સાંસદે પોસ્ટને હટાવી દીધી હતી.

આ પણ વાંચો : જમ્મુ-કાશ્મીરમાં સૈન્યનું મેગા ઓપરેશન, સોપોરમાં આતંકીઓ સાથેની અથડામણમાં 2 ઠાર મરાયા

આવી કોઈપણ ઘટના બની નથી : પોલીસ અધિક્ષક

પોલીસ અધિક્ષકે કહ્યું હતું કે, ‘શેર કરવામાં આવેલા સમાચારમાં આત્મહત્યા કરનાર ખેડૂત રુદ્રપ્પા ચન્નપ્પા બાલિકાઈનો ઉલ્લેખ કરાયો છે અને તેમણે દેવા અને પાકને નુકસાન થવાના કારણે 6 જાન્યુઆરી 2022ના રોજ આત્મહત્યા કરી હતી, તેથી વકફ બોર્ડની જમીન સાથે ખેડૂતની આત્મહત્યા જોડતા સમાચારો તદ્દન ખોટા છે.’ તેમણે કહ્યું કે, ‘ખેડૂતની આત્મહત્યા (Farmer Suicide) અંગે આદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તે અંગેનો રિપોર્ટ અગાઉથી જ રજૂ કરવામાં આવ્યો છે.’


Google NewsGoogle News