Get The App

આદિત્ય ઠાકરે સહિત ત્રણ નેતાઓ વિરુદ્ધ FIR નોંધાઈ, પરવાનગી વિના જ બ્રિજનું કર્યું હતું ઉદ્ઘાટન

IPCની કલમ 143, 149, 326 અને 447 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો

BMCએ મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
આદિત્ય ઠાકરે સહિત ત્રણ નેતાઓ વિરુદ્ધ FIR નોંધાઈ, પરવાનગી વિના જ બ્રિજનું કર્યું હતું ઉદ્ઘાટન 1 - image


FIR Against Aaditya Thackeray : મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ  FIR મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.  આદિત્ય ઠાકરે પર આરોપ છે કે તેણે પરવાનગી વિના લોઅર પરેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત સુનીલ શિંદે અને સચિન આહિર વિરુદ્ધ પણ FIR નોંધવામાં આવી છે.

આદિત્ય ઠાકરેએ પરવાનગી વિના લોઅર પરેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું

મુંબઈ પોલીસે ઉદ્ધવ ઠાકરે જૂથના ત્રણ નેતાઓ આદિત્ય ઠાકરે, સુનીલ શિંદે અને સચિન આહિર વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. ત્રણેય નેતાઓ વિરુદ્ધ મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 143, 149, 326 અને 447 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કેસ દિલાઈ રોડ બ્રિજ લેનના ઉદ્ઘાટનના સંબંધમાં નોંધવામાં આવ્યો છે. BMCએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે આદિત્ય ઠાકરેએ પરવાનગી વિના લોઅર પરેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઘટના 16 નવેમ્બરે બની હતી જ્યારે પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર પાર્ટીના નેતાઓ સાથે બ્રિજના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા. એક દિવસ બાદં 17 નવેમ્બરે, માહિતી મળ્યા પછી BMCએ મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે BMCની ફરિયાદ પર FIR નોંધી છે. BMCના અધિકારીઓ 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી પોલીસ સ્ટેશનમાં હાજર રહ્યા હતા.

આદિત્ય ઠાકરે સહિત ત્રણ નેતાઓ વિરુદ્ધ FIR નોંધાઈ, પરવાનગી વિના જ બ્રિજનું કર્યું હતું ઉદ્ઘાટન 2 - image


Google NewsGoogle News