Get The App

નિર્મલા સીતારમણ જુલાઇમાં બજેટ રજૂ કરતા જ કરશે અનોખો રેકોર્ડ, અત્યાર સુધી માત્ર એક નેતાએ કર્યું છે આવું

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
Nirmala Sitharaman Budget


Nirmala Sitaraman's New Budget: મોદી સરકાર આવતા મહિને તેમનાં ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરશે. નિર્મલા સીતારમણ બીજી વખત નાણા મંત્રી બન્યા છે. તેઓ અત્યાર સુધીમાં પાંચ વખત પૂર્ણ બજેટ અને એક વખત વચગાળાનું બજેટ રજૂ કરી ચૂક્યા છે. આ વખતનું બજેટ રજૂ કરીને નાણા મંત્રી મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડી નાખશે કારણ કે, આ સાથે જ તેઓ 10 વખત બજેટ રજૂ કરનારા એકમાત્ર નાણા મંત્રી બની જશે. 

2019માં પહેલું બજેટ રજૂ કર્યું હતું

નિર્મલા સીતારમણ ભારતના પહેલા પૂર્ણકાલીન મહિલા નાણા મંત્રી છે. 5 જુલાઈ 2019ના રોજ તેમણે પહેલું બજેટ રજૂ કર્યું હતું. અને 1 ફેબ્રુઆરી 2024માં વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ તેમનું છઠ્ઠું બજેટ હતું. તેની સાથે તેમણે મોરારજી દેસાઈના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આવતા મહિને બજેટ રજૂ કરતાની સાથે જ તે સતત સાત વખત બજેટ રજૂ કરનાર દેશના પ્રથમ નાણામંત્રી બની જશે.

નિર્મલા સીતારમણ સાથે જોડાયેલી ખાસ બાબતો

- નિર્મલા સીતારમણનો જન્મ 18 ઓગસ્ટ 1959ના રોજ તમિલનાડુના મદુરાઈમાં થયો હતો.

- સીતારમણે 1984માં જેએનયુમાંથી અર્થશાસ્ત્ર વિષય પર અનુસ્નાતકની પદવી મેળવી હતી.

- તે જેએનયુમાં જ પરકલા પ્રભાકરને મળ્યા હતા. બંનેએ 1986માં લગ્ન કર્યા હતા.

- સીતારામને યુકેમાં બીબીસી વર્લ્ડ સર્વિસ અને એગ્રિકલ્ચર એન્જિનિયર્સ એસોસિએશન સાથે પણ કામ કર્યું છે.

- તેઓ 2003 થી 2005 દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય પણ હતા.

- 2004માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

- ઈન્દિરા ગાંધી પછી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરનાર દેશની બીજા મહિલા છે.

- ઈન્દિરા ગાંધી પછી નિર્મલા સીતારમણ પણ રક્ષા મંત્રી પદ સંભાળનાર બીજા મહિલા છે.


Google NewsGoogle News