Get The App

VIDEO: યુપીએ સરકારના 10 વર્ષમાં 15 કૌભાંડ, મોદી સરકારના શ્વેત પત્રમાં વિપક્ષો પર નિશાન

મોદી સરકારે શ્વેત પત્રને ત્રણ ભાગમાં વહેંચીને 69 પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
VIDEO: યુપીએ સરકારના 10 વર્ષમાં 15 કૌભાંડ, મોદી સરકારના શ્વેત પત્રમાં વિપક્ષો પર નિશાન 1 - image


Parliament Budget Session 2024: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં 'શ્વેત પત્ર' રજૂ કર્યો છે. જેમાં યુપીએ સરકારની સરખામણીમાં મોદી સરકારની કામગીરી દર્શાવવામાં આવશે. આ દરમિયાન નાણામંત્રીએ કહ્યું હતું કે, 'મોદી સરકારના સત્તામાં આવ્યા પહેલા દેશ આર્થિક સંકટમાં હતો. દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે મોદી સરકારે ઘણી મહેનત કરી છે.'

શ્વેત પત્ર દ્વારા મોદી સરકાર યુપીએના 10 વર્ષના કાર્યકાળ દરમિયાનની દેશના અર્થતંત્રની સ્થિતિની એનડીએ સરકારના સમય સાથે સરખામણી કરશે. આ શ્વેત પત્રમાં યુપીએ શાસન દરમિયાન થયેલા 15 કૌભાંડોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં 2G કૌભાંડ, કોલસા કૌભાંડ, કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડનો સમાવેશ થાય છે.

નાણામંત્રીએ રજૂ કરેલા શ્વેત પત્રમાં શું છે?

•યુપીએ શાસન દરમિયાન જાહેર સંસાધનો (કોલસો અને ટેલિકોમ) ની બિન-પારદર્શક હરાજી હાથ ધરવામાં આવી હતી. CAG અનુસાર, કોલસા કૌભાંડથી સરકારી તિજોરીને 1.86 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. CWG કૌભાંડે વધતી જતી રાજકીય અનિશ્ચિતતાના વાતાવરણનો સંકેત આપ્યો અને રોકાણના સ્થળ તરીકે ભારતની છબી પર નકારાત્મક અસર કરી હતી.

•કોલસા કૌભાંડે 2014માં દેશના અંતરાત્માને હચમચાવી દીધી હતી. 2014 પહેલા, કોલસાના બ્લોકની ફાળવણી પારદર્શક પ્રક્રિયાને અનુસર્યા વિના કરવામાં આવી હતી. આ ક્રિયાઓની તપાસ એજન્સીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી અને 2014માં સુપ્રીમ કોર્ટે 1993થી ફાળવવામાં આવેલી 204 કોલસાની ખાણો/બ્લોકની ફાળવણી રદ કરી હતી.

•યુપીએ સરકાર દરમિયાન ભ્રષ્ટાચાર અને કૌભાંડોને કારણે સંરક્ષણ ક્ષેત્રમાં નિર્ણયો લઈ શકાયા ન હતા. જેના કારણે સંરક્ષણ તૈયારીઓ ખોરવાઈ ગઈ હતી. સરકારે તોપખાના અને વિમાન ભેદી તોપ, ફાઈટર વિમન, સબમરીન, નાઈટ ફાઈટીંગ ગિયર અને અન્ય ઘણાં સાધનો ખરીદવામાં વિલંબ કર્યો.

•એનડીએ સરકારે યુપીએ સરકાર દ્વારા છોડવામાં આવેલા પડકારોને સફળતાપૂર્વક પાર કર્યા. યુપીએ સરકાર આર્થિક પ્રવૃતિઓને સરળ બનાવવામાં ખરાબ રીતે નિષ્ફળ ગઈ. જેના કારણે અર્થતંત્ર આગળ વધી શકી ન હતી. 2014 પહેલાના યુગના દરેક પડકારનો સામનો એનડીએ સરકારના આર્થિક સંચાલન અને શાસન દ્વારા કરવામાં આવ્યો હતો. અસંખ્ય કૌભાંડો હતા જેના કારણે સરકારી તિજોરીને ભારે આવકનું નુકસાન થયું હતું.

ખડગેએ રજૂ કર્યો  'બ્લેક પત્ર'

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ 'બ્લેક પત્ર' રજૂ કરતાં ઘણાં મુદ્દા પર ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે મોદી સરકાર  વર્તમાન સમયની વાત નથી કરતી અને તે ભૂતકાળમાં જઈને કોંગ્રેસના શાસનની વાતો કરે છે, પરંતુ તેણે આજના સમયમાં જે મોંઘવારી છે તેની વાત કરવી જોઈએ. મોદીએ હાલમાં ફુગાવાને કન્ટ્રોલ કરવા કેવા પગલાં ભર્યા  તેના વિશે જણાવવું જોઈએ. તેમણે ઈન્દિરા ગાંધી અને નહેરુના સમયકાળની વાતો કરવાનું ટાળવું જોઇએ. તેમની સાથે તુલના ન થઇ શકે.  


Google NewsGoogle News