Get The App

ઇલેક્ટોરલ બૉન્ડ ખંડણી મામલે નાણામંત્રી નિર્મલા સીતારમણને મોટી રાહત, હાઈકોર્ટે તપાસ પર લગાવી રોક

Updated: Sep 30th, 2024


Google NewsGoogle News
ઇલેક્ટોરલ બૉન્ડ ખંડણી મામલે નાણામંત્રી નિર્મલા સીતારમણને મોટી રાહત, હાઈકોર્ટે તપાસ પર લગાવી રોક 1 - image


Nirmala Sitharaman Gets Relief in electoral bond recovery case :  ઈલેક્ટોરલ બોન્ડ ખંડણી મામલે નાણામંત્રી નિર્મલા સીતારમણને મોટી રાહત મળી છે. કર્ણાટક હાઈકોર્ટે તેમની સામેના કેસની તપાસ પર રોક લગાવી દીધી છે. ઈલેક્ટોરલ બોન્ડ રિકવરી કેસમાં તેમની સામે દાખલ કરાયેલા કેસ પર 22 ઓક્ટોબર સુધી રોક લગાવવામાં આવી છે. કર્ણાટક ભાજપના પૂર્વ અધ્યક્ષ નલિન કુમાર કાતિલે નીચલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. સુનાવણી માટે અરજી સ્વીકારતા કર્ણાટક હાઈકોર્ટે કર્ણાટક રાજ્ય ભાજપના પૂર્વ અધ્યક્ષ નલિન કુમાર કાતિલ વિરુદ્ધ નોંધાયેલી FIRમાં વધુ તપાસ પર 22 ઓક્ટોબર સુધી રોક લગાવી દીધી છે.

નલીન કુમાર કાતીલ ઈલેક્ટોરલ બોન્ડ રિકવરી કેસમાં સહ-આરોપી છે. આ મામલે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા છે. તેમના પર ચૂંટણી બોન્ડની આડમાં કેટલીક કંપનીઓ પાસેથી જબરજસ્તી પૈસા પડાવવાનો આરોપ છે.

આદર્શ આર અય્યરે ફરિયાદ કરી હતી

જનાઅધિકાર સંઘર્ષ પરિષદ (JSP)ના સહ-અધ્યક્ષ આદર્શ આર અય્યરે નિર્મલા સીતારમણ અને નલિન કુમાર કાતિલને આરોપી તરીકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે, તેઓએ ચૂંટણી બોન્ડની આડમાં ખંડણી ઉઘરાવીને 8,000 કરોડ રૂપિયાથી વધુનો ફાયદો ઉઠાવ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, સીતારામને ED અધિકારીઓની ગુપ્ત સહાય અને સમર્થન દ્વારા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે અન્ય લોકોના લાભ માટે હજારો કરોડ રૂપિયા વસુલ્યા છે. આદર્શ આર અય્યરના જણાવ્યા પ્રમાણે  ચૂંટણી બોન્ડની આડમાં ખંડણીનું કામ વિવિધ સ્તરે ભાજપના અધિકારીઓની મિલીભગતથી કરવામાં આવી રહ્યું હતું.

રદ કરવામાં આવી છે ચૂંટણી બોન્ડ યોજના 

સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે બંધારણ હેઠળ માહિતીના અધિકાર અને વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરબંધારણીય અને સ્પષ્ટ રીતે મનસ્વી ગણાવતા સુપ્રીમ કોર્ટે 15 ફેબ્રુઆરીએ SBIને સુચના આપી હતી કે 12 એપ્રિલ, 2019થી ખરીદેલા બોન્ડની સંપૂર્ણ વિગતો ચૂંટણી પંચને સોપે. કોર્ટે આયોગને 13 માર્ચ સુધીમાં તેમની વેબસાઈટ પર સંબંધિત વિગતો પ્રકાશિત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.


Google NewsGoogle News