Get The App

નાણામંત્રી નિર્મલા સીતારમન AIIMSમાં દાખલ, ખાનગી વોર્ડમાં ચાલી રહી છે સારવાર

આજે બપોરે 12 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા

Updated: Dec 26th, 2022

GS TEAM


Google News
Google News
નાણામંત્રી નિર્મલા સીતારમન AIIMSમાં દાખલ, ખાનગી વોર્ડમાં ચાલી રહી છે સારવાર 1 - image


સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને આજે  દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે,  સીતારમણને હોસ્પિટલના ખાનગી વોર્ડમાં રાખવામાં આવ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ કે જેમની હાલ ઉંમર 63 વર્ષીની છે જેમને આજે બપોરે 12 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ નિયમિત તપાસ અને પેટના નાના ચેપ માટે AIIMSમાં દાખલ છે અને ટૂંક સમયમાં તેમને રજા પણ આપી દેવાશે.

હજુ ગઈકાલે જ, દિલ્હીમાં 'સદૈવ અટલ' ખાતે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરવા કેન્દ્રીય નાણામંત્રી સીતારામન ગયા હતા. 

આ પહેલા પણ નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ, બજેટની રજૂઆત દરમિયાન, તેમના બજેટના સૌથી લાંબા ભાષણના કારણે નાદુરસ્ત તબિયતથી તેઓ આખું ભાષણ વાંચી શક્યા ન હતા. સંસદમાં લગભગ સાડા ત્રણ કલાક સુધી સતત ભાષણ આપ્યા બાદ તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી.

Tags :