Get The App

છેવટે બહરાઇચના માનવભક્ષી ભેડિયાઓને ઠાર મારવામાં આવશે, ૯ શાર્પ શૂટરો કરશે વાર

ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે છતાં પકડાતા નથી

પકડવામાં કે ઠાર મારવામાં નહી આવે ત્યાં સુધી ત્રાસ ઘટશે નહી

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
છેવટે બહરાઇચના માનવભક્ષી ભેડિયાઓને ઠાર  મારવામાં આવશે, ૯ શાર્પ શૂટરો કરશે વાર 1 - image


લખનૌ,4 સપ્ટેમ્બર,2024,શૉબુધવાર 

ઉત્તરપ્રદેશના બહરાઇચમાં આદમખોર ભેડિયા (વરુ)ના ટોળાએ અત્યાર સુધી ૧૦ લોકોને મારી નાખ્યા છે અને ૫૦ ઘાયલ થયા છે. માનવ લોહી ચાખી ગયેલા ભેડિયાઓથી લોકો થરથર કાંપવા લાગ્યા છે ત્યારે ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ભેડિયાઓને દેખો ત્યાં ઠાર મારવાનો આદેશ અપાઇ ચુકયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંભવિત સ્થાનોએ ૯ થી શાર્પ શૂટરોને તૈનાત કરવામાં આવ્યા છે.

પોલીસ પ્રશાસન અને વન વિભાગે માનવભક્ષી વરુઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.કુલ ૧૫ ટીમો અને ૨૦૦થી વધુ સ્ટાફ ઓપરેશન સાથે સંકળાયેલો છે. નિષ્ણાતોનું માનવું છે કે જયાં સુધી ભેડિયાઓને પકડવામાં નહી આવે કે નશ્યત કરવામાં નહી આવે ત્યાં સુધી માનવીઓનો શિકાર કરવાનું છોડશે નહી. ખાસ કરીને નાના બાળકોને વધુ ટાર્ગેટ બનાવે છે.  ડ્રોન કેમેરાથી ભેડિયા પર નજર રાખવામાં આવી રહી છે પરંતુ પકડાતા નથી આથી છેવટે દેખાય ત્યાં જ ગોળી મારી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

છેવટે બહરાઇચના માનવભક્ષી ભેડિયાઓને ઠાર  મારવામાં આવશે, ૯ શાર્પ શૂટરો કરશે વાર 2 - image

જો કે આદમખોર એટલે કે માનવભક્ષી હોવાની ઓળખ કર્યા પછી જ ઠાર કરવાની શરત રાખવામાં આવી છે જેથી કરીને નિદોર્ષ વાઇલ્ડ એનિમલ ભોગ બને નહી.બહરાઉચના પ્રભાગીય વનાધિકારીના જણાવ્યા અનુસાર ઉચ્ચાધિકારીઓના નિર્દેશ પર શૂટરોની ટીમ તૈયાર કરવામાં આવી છે.જેમાં ૬ શૂટર વન વિભાગ અને ૩ પોલીસ વિભાગના છે. વન વિભાગે સમગ્ર અભિયાનને ૩ ભાગમાં વહેંચ્યું છે.

બહેરાઇચના લોકોને કોઇ પણ ભોગે સરકાર ભેડિયાઓના ત્રાસથી છોડાવવા ઇચ્છે છે.આદમખોર પ્રાણીને પકડીને પ્રાણી સંગ્રહાલયમાં સ્થળાંતરિત કરવાનો છે પરંતુ જરુર પડે તો ગોળી પણ મારવામાં આવશે. જે પણ ભેડિયા જીવતા પકડાશે તેને ફરી જંગલમાં છોડવામાં આવશે નહી. 


Google NewsGoogle News