NEET-UGનું ફાઇનલ રિઝલ્ટ જાહેર, ચાર લાખ ઉમેદવારોના રેન્ક બદલાયા, આવી રીતે ચેક કરો સ્કોરકાર્ડ

Updated: Jul 26th, 2024


Google NewsGoogle News
NEET-UGનું ફાઇનલ રિઝલ્ટ જાહેર, ચાર લાખ ઉમેદવારોના રેન્ક બદલાયા, આવી રીતે ચેક કરો સ્કોરકાર્ડ 1 - image


NEET-UG Revised Result 2024 : નેશનલ ટેસ્ટિંગ એજન્સી(NTA)એ 18 જુલાઈના રોજ NEET કેસ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મળેલી સૂચનાઓને અનુસરીને આજે NEET-UG 2024નું ફાઇનલ પરિણામ જાહેર કર્યું છે. નવા સુધારેલા પરિણામ બાદ લગભગ ચાર લાખ ઉમેદવારોના રેન્ક બદલાયા છે. ફિજિક્સના એક અસ્પષ્ટ પ્રશ્ન અંગે સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યા બાદ મેરિટ લિસ્ટમાં ફેરફાર કરવાની જરૂર પડી હતી. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 23 જુલાઈએ જાહેર કર્યું હતું કે, ફેરફાર કરેલું પરિણામ બે દિવસની અંદર જાહેર કરવામાં આવશે. ઉમેદવારો ઓફિશ્યલ વેબસાઇટ exams.nta.ac.in/NEET પરથી તેમના સુધારેલા સ્કોર કાર્ડને ડાઉનલોડ કરી શકે છે.

4.2 લાખ વિદ્યાર્થીઓના માર્ક્સ પર અસર

ઉલ્લેખનીય છે કે, ચાર જૂને જાહેર કરવામાં આવેલા પરિણામમાં 67 વિદ્યાર્થીઓએ ટોપ રેન્ક મેળવ્યો હતો. જોકે IIT-દિલ્હીની નિષ્ણાત સમિતિના સૂચનને આધારે સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયમાં વિવાદિત પ્રશ્ન માટે માત્ર એક જ સાચો વિકલ્પ સ્વીકારવાનો આદેશ આપ્યો હતો. આ ફેરફાર લગભગ 4.2 લાખ વિદ્યાર્થીઓના માર્ક્સ પર અસર કરશે, જેમણે પહેલાથી જ સ્વીકૃત જવાબ પસંદ કર્યા હતા, આનાથી ટોપ સ્કોર ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 61થી ઘટીને અંદાજિત 17 સુધી પહોંચી ગઈ છે.

નીચે આપેલી પીડીએફ લિંકમાં જુઓ પરિણામનું લિસ્ટ

NEET-UGનું ફેરફાર કરેલું સ્કોરકાર્ડ-2024 આવી રીતે જુઓ

સ્ટેપ 1 - સૌથી પહેલાં એનટીએની સત્તાવાર વેબસાઇટ exam.nta.ac.in/NEET પર જાવ.

સ્ટેપ 2 - ‘NEET-UG Revised Score Card’ માટેની લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3 - અહીં તમારું લૉગિન ક્રેડેન્શિયલ દાખલ કરો અને સબમિટ કરો.

સ્ટેપ 4 - હવે સ્ક્રીન પર સુધારેલું જાહેર કરાયેલું સ્કોરકાર્ડ જુઓ.

સ્ટેપ 5 - ભવિષ્ય માટે એક કોપી ડાઉનલોડ કરો અને તેને સુરક્ષિત રાખી મૂકો.

ટૂંક સમયમાં કાઉન્સલિંગ પ્રક્રિયા શરુ થશે

ઉલ્લેખનીય છે કે, NEET-UGનું સુધારેલું સ્કોરકાર્ડ-2024 જાહેર થયા બાદ કાઉન્સલિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં શરુ થશે. સુધારેલા સ્કોરકાર્ડ જાહેર થયા બાદ મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) NEET-UG કાઉન્સેલિંગ માટે નોંધણી પ્રક્રિયા શરુ કરશે. આ પ્રક્રિયા સમગ્ર દેશમાં MBBS અને BDS કાર્યક્રમોમાં પ્રવેશ નક્કી કરે છે. નોંધણી દરમિયાન ઉમેદવારો પસંદગી-ફાઈલિંગના તબક્કે કૉલેજો અને અભ્યાસક્રમો માટે તેમની પસંદગીઓ પસંદ કરી શકે છે.


Google NewsGoogle News