2024 પહેલાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે આખરી જંગ : પરંતુ KCRને કોઈ ટેન્શન નથી

Updated: Nov 28th, 2023


Google NewsGoogle News
2024 પહેલાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે આખરી જંગ : પરંતુ KCRને કોઈ ટેન્શન નથી 1 - image


- વાસ્તવમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ અહીં યુદ્ધ ચાલે છે, KCRનો દબદબો યથાવત છે : તેઓ ત્રીજી વખત વિજયી થઈ હેટ્રિક લગાવશે ?

હૈદરાબાદ, નવી દિલ્હી : તેલંગાણામાં ૧૦ વર્ષ સુધી સરકાર ચલાવ્યા પછી પણ મુખ્ય મંત્રી કે.ચંદ્રશેખર રાવ KCRનો દબદબો યથાવત રહ્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને એડી-ચોટીનું જોર લગાવી કે.સી.આર. કરતાં પણ આપસમાં જ રેસ લગાડી રહ્યા છે. તે પરિસ્થિતિમાં કે. ચંદ્રશેખર રાવ જો ત્રીજી વખત પણ વિજયી બની હેટ્રિક લગાવી દે તો તેમાં આશ્ચર્ય જેવું કશું નહીં રહે. તેઓ જો વિજયી થશે તો તે ભાજપ તેમજ કોંગ્રેસની નિર્બળતા અને કે.સી.આર. કરતાંએ એક બીજા ઉપર કરેલા પ્રહારો જ કારણભૂત હશે.

રાજ્યમાં વિધાનસભાની ૩૦મી નવેમ્બરે યોજાનારી ચૂંટણીના મતદાન પૂર્વેનો આજે પ્રચારનો આખરી દિવસ હતો. ત્યારે અને તે પહેલાં પણ પ્રચાર યુદ્ધમાં ભાજપ અને કોંગ્રેસ, કે.સી.આર. અને તેઓની ભારત રાષ્ટ્ર સમિતિ (બીઆરએસ) કરતાં, એકબીજા ઉપર જ પ્રહારો કરવામાં વ્યસ્ત રહેતાં તેનો સીધો લાભ કે.સી.આર.ને જ મળવા સંભવ છે.

આ સાથે તે પણ ઉલ્લેખનીય છે કે, કે.સી.આર.નો સમગ્ર પરિવાર ચૂંટણી પ્રચારમાં લાગી ગયો છે. તેથી યુદ્ધ ત્રિકોણીય બનવાને બદલે બે પક્ષો (ભાજપ-કોંગ્રેસ) વચ્ચે જ જામી રહ્યું હતું.

વાસ્તવમાં ભાજપે તો ૨૦૨૦માં યોજાયેલી બિહાર વિધાન સભાની ચૂંટણી સાથે જ અન્ય વિધાન સભાઓની આવનારી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી જ દીધી હતી. સાથે તેનું નિશાન ૨૦૨૪ ઉપર પણ હતું.

તેલંગાણામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી ભાજપ ઉપર પ્રહારો કરતા રહ્યા હતા, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ, બીઆરએસ કરતાં કોંગ્રેસ પર વધુ પ્રહારો કરતા હતા, તેનો લાભ કે.સી.આર.ને મળે તે સહજ છે. તેઓ ત્રીજી વાર વિજય બની હેટ્રિક લગાવે તે પણ બની શકે.


Google NewsGoogle News