Kolkata Protest: બંગાળમાં ડૉક્ટરો પર હુમલા બાદ સરકારની કડકાઇ, 6 કલાકની અંદર FIR કરવા આદેશ
Kolkata Rape-Murder Case: પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં બુધવારે (14 ઓગસ્ટ) રાત્રે, બદમાશોએ આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં વિરોધ કરી રહેલા લોકો પર અસમાજીક તત્વોએ હુમલો કર્યો હતો. તેઓએ વિરોધ કરી રહેલા ડોકટરોને માર માર્યો હતો અને હોસ્પિટલમાં તોડફોડ કરી હતી. આ ઘટનાને લઈને કેન્દ્ર સરકાર કડક બની છે.
આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા મેમોરેન્ડમ મુજબ, ફરજ પરના આરોગ્ય કર્મચારી સામે હુમલો અથવા કોઈપણ પ્રકારની હિંસાના કિસ્સામાં, ઘટનાના 6 કલાકની અંદર FIR નોંધાવવાની જવાબદારી હોસ્પિટલ/સંસ્થાના હેડની રહેશે.
આ મેમોરેન્ડમ બે કારણોસર જારી કરવામાં આવ્યું
પહેલો મામલો આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે રેપ અને હત્યાનો છે. બીજું કારણ બુધવારે રાત્રે ત્યાં વિરોધ કરી રહેલા લોકો અને ડૉકટરો પર અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: કોલકાતા કેસના ઘેરા પ્રત્યાઘાત, ગુજરાતમાં આજથી સરકારી હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધ