ખાલિસ્તાની જુથો વચ્ચે વર્ચસ્વની લડાઈ, કેનેડામાં માર-કાપની આશંકા, એજન્સીઓનું એલર્ટ
ખાલિસ્તાની ગ્રુપના લીડર્સ પોતાના દબદબાને જાળવી રાખવા મોટું ષડયંત્ર રચતા હોવાના ઈનપુટq
વિદેશી ધરતી પર છુપાયેલા ગેંગસ્ટર્સને પોતાની તરફ ખેંચવાનું ખાલિસ્તાની જૂથનું ષડયંત્ર
નવી દિલ્હી, તા.27 સપ્ટેમ્બર-2023, બુધવાર
કેનેડા (Canada) માં મોટી ગેંગ વોર (Gang War) અને ખાલિસ્તાની (Khalistani Group) જુથો વચ્ચે માર-કાપની આશંકા વ્યક્ત કરાઈ છે. ભારતીય એજન્સીઓ (Indian Intelligence Agency)ના સૂત્રોના જણાવ્યા મુજબ, ખાલિસ્તાની જુથ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા વિદેશી ધરતી પર છુપાયેલા ગેંગસ્ટર્સને પોતાની તરફ ખેંચી રહ્યા છે. એટલું જ નહીં આવી પ્રવૃત્તિઓ ઝડપથી વધી રહી છે અને પોતાના દબદબાને જાળવી રાખવા ખાલિસ્તાની જુથો વચ્ચે ખેંચતાણ થઈ રહી છે. આ અથડામણ હિંસક હોઈ શકે છે અને આ માટે ખાલિસ્તાની મોટી તૈયારીઓ કરી રહ્યા છે.
વિદેશી ધરીત પર ગેંગ વોરના સંકેત
સૂત્રોના જણાવ્યા મુજબ કેનેડામાં ગેંગસ્ટર સુખદુલ સિંહ ઉર્ફે સુક્ખા દુનેકેની હત્યા બાદ એક તરફ ખાલિસ્તાની મૂવમેન્ટ પર મોટી અસર છે તો બીજીતરફ વિદેશી ધરીત પર ગેંગ વોરના સંકેત પણ મળી રહ્યા છે. ખાલિસ્તાની નેતૃત્વના આકા પોતે નબળા પડે તેવું ઈચ્છતા નથી... ભારતીય એજન્સીઓને ગેંગસ્ટર્સ વચ્ચે મોટી વોરના ઈનપુટ મળ્યા છે. તેમનું કહેવું છે કે, ખાલિસ્તાની ગ્રુપના આકા પોતાને નબળા પાડવા ઈચ્છતા નથી. સૂત્રોના જણાવ્યા મુજબ ખાલિસ્તાની મુવમેન્ટ વિદેશની ધરતી પર આશ્રરો લઈ રહેલા ગેંગસ્ટરોને પોતાના સંગઠન અને બેનર હેઠળ રાખી ફરી પોતાનો દબદબો ઉભો કરવા માંગે છે.
વિશ્વભરમાં ખાલિસ્તાનના આતંકની ચર્ચા
સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારથી કેનેડામાં હરદીપ સિંહ નિજ્જર અને સુક્ખા દુનેકેની દર્દનાક હત્યા કરાઈ છે, ત્યારથી આવી સ્થિતિ સર્જાઈ છે. ભારતીય એજન્સીઓએ જણાવ્યું કે, આતંકવાદ ફેલાવનાર સંગઠન ખાલિસ્તાન અંગે વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. હાલ કેનેડામાં ખાલિસ્તાનીઓ ખુબ જ દબાણમાં છે. ખાલિસ્તાની લીડરો ગેંગસ્ટરો સાથે મળીને પોતાની તાકાત જાળવી રાખવા માટે મોટું ષડયંત્ર રચી શકે છે. વિશ્વભરમાં ભારતીય દબાણ વધ્યા બાદ કેનેડામાં ખાલિસ્તાન વિરુદ્ધ માહોલ બની ગયો છે.
અંદરો અંદરની દુશ્મનીના કારણે કેનેડામાં થઈ ગેંગસ્ટરોની હત્યા
ભારતના વોન્ટેડ ક્રિમિનલ્સની હત્યાઓને અંજામ આપવા પાછળ ગેંગસ્ટરોની અંદરો-અંદરની દુશ્મની હોવાનું મનાઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ હાલ ભારતના તમામ ભાગેડુ ગેંગસ્ટર્સ કેનેડાના જુદા જુદા લોકેશન અથવા તેની આસપાસ આશરો લઈને બેઠા છે અને કેનેડાની બહાર પણ પોતાની ગેંગને વિસ્તારવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેનો ખાલિસ્તાની મૂવમેન્ટ લીડર્સ સીધો ફાયદો ઉઠાવવા ઈચ્છે છે...