Medicine Price : તાવ-દુઃખાવા સહિત 19 દવાઓ થઈ સસ્તી, જોઈ લો આખી યાદી
નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીઝ (NPPA)એ જાહેર કર્યું નોટિફિકેશન
આ નોટિફિકેશનમાં તમામ દવાઓની કિંમત પર નિયંત્રણની વાત કરવામાં આવી
Medicine Price in India: નવા વર્ષે સરકારે સામાન્ય લોકોને રાહત આપવા માટે દવાઓની કિંમત ઘટાડી છે. સરકારના ફાર્માસ્યુટિકલ વિભાગ હેઠળની નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીઝ (NPPA) એ 1 જાન્યુઆરી, 2024 થી 19 દવાઓની છૂટક કિંમતો અંગે નોટિફિકેશન જાહેર કરી છે.
દવાઓની કિંમત બાબતે મલ્ટિડિસિપ્લિનરી કમિટીની ભલામણ
આ દવાની કિંમત બાબતે પહેલેથી જ મલ્ટિડિસિપ્લિનરી કમિટીએ ભલામણ કરી હતી. ચૂકી છે. જે દવાઓ સસ્તી બનાવવા માટે કહેવામાં આવ્યું હતું તેમાં ચેપ, દુખાવો, તાવ, ગળામાં ચેપ, કૃમિ વગેરેની દવાઓનો સમાવેશ થાય છે. એક સત્તાવાર સૂચના અનુસાર, તાવ, પીડા અને ચેપની સારવાર માટે વપરાતી દવાઓની નવી કિંમતમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો સમાવેશ થતો નથી.
GST બાબતે પણ જણાવવામાં આવ્યું
NPPA નોટિફિકેશન મુજબ, કંપનીઓને આ દવાઓ પર GST લગાવવાની મંજૂરી ત્યારે જ આપવામાં આવશે જો તેમણે પોતે GST ચૂકવ્યો હોય. આ સાથે સિપ્લા અને વોકહાર્ટના ગંભીર ઈન્ફેક્શનની સારવાર માટે દવાઓની કિંમતમાં પણ સુધારો કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.