ફિરોઝ ગાંધીથી શરૂ થઈ સફર, ઈન્દિરા અહીંથી જ બન્યા PM...: ઈલાહાબાદ છોડી નેહરુ-ગાંધી પરિવારની પહેલી પસંદ કેમ બન્યું રાયબરેલી?

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
ફિરોઝ ગાંધીથી શરૂ થઈ સફર, ઈન્દિરા અહીંથી જ બન્યા PM...: ઈલાહાબાદ છોડી નેહરુ-ગાંધી પરિવારની પહેલી પસંદ કેમ બન્યું રાયબરેલી? 1 - image


Rahul Gandhi Raebareli Lok Sabha candidate: રાહુલ ગાંધીએ આ ચૂંટણીમાં અમેઠી સીટ છોડીને રાયબરેલીથી ઉમેદવાર બનવાની જાહેરાત કરી છે. આ કોંગ્રેસની પરંપરાગત બેઠક રહી છે. ગાંધી પરિવાર 1952 થી કોઈ ને કોઈ સ્વરૂપે આ બેઠક પર હાજર છે. એવામાં રાહુલ ગાંધીની રાયબરેલીથી ઉમેદવાર બનવાની જાહેરાત બાદ તો ગાંધી પરિવારની ત્રીજી પેઢીની રાજકીય સફર રાયબરેલીથી શરૂ થશે. 

રાયબરેલીથી ફિરોઝ ગાંધી લડ્યા હતા ચૂંટણી 

રાહુલ ગાંધી રાયબરેલીમાં માતા સોનિયા ગાંધીનો રાજકીય વારસો સંભાળશે.પંડિત જવાહરલાલ નેહરુ અલ્હાબાદ (પ્રયાગરાજ)ની ફુલપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતા રહ્યા, પરંતુ રાયબરેલીથી ચૂંટણી લડવાની શરૂઆત તેમના જમાઈ ફિરોઝ ગાંધીએ કરી હતી. 

1952ની પ્રથમ સામાન્ય ચૂંટણી ફિરોઝ ગાંધી રાયબરેલીથી જ જીત્યા હતા. જો કે ફિરોઝ ગાંધી અલ્હાબાદથી ચૂંટણી લડવા માંગતા હતા. પરંતુ તે સમયે અલ્હાબાદમાં નહેરુ, મસુરિયા દીન, લાલ બહાદુર શાસ્ત્રી જેવા  દિગ્ગજ નેતાઓ ત્યાંથી ચૂંટણી લડતા હતા. આથી કોંગ્રેસના મુસ્લિમ નેતા રફી અહેમદ કિડવાઈએ તેમને રાયબરેલીથી લડવાની સલાહ આપી હતી.

કોંગ્રેસના નેતા રફી અહેમદ કિડવાઈ કોણ હતા?

રાયબરેલીમાં કિડવાઈ સાહેબે આઝાદીની ચળવળમાં ઘણું કામ કર્યું હતું. આથી લોકો તેમને ખૂબ માન આપતા. એવામાં રફી અહેમદ કિડવાઈએ એક કાર્યક્રમમાં રાયબરેલીના લોકો સાથે ફિરોઝનો પરિચય કરાવ્યો હતો અને જયારે લોકોને ફિરોઝના નહેરૂ પરિવાર સાથેના કનેક્શનની જાણ થઇ તો લોકો ખૂશ થયા અને તેમને લાગ્યું કે જો ફિરોઝ ગાંધી જીતીને સંસદમાં જશે તો સારું રહેશે.

ફિરોઝ ખૂબ સારૂ હિન્દી બોલતા અને લોકો ઈન્દિરાને નહેરુના પુત્રી હોવાથી ખૂબ જ માન આપતા હતા. તેમજ તે સમયે આ વિસ્તાર ખૂબ જ પછાત હતો. એવામાં જીત બાદ ફિરોઝ ગાંધીએ ત્યાં વિકાસલક્ષી કાર્ય કર્યા. 

રાયબરેલી લોકસભા સીટ બની ગાંધી પરિવારનો વારસો 

રાયબરેલી લોકસભા સીટના ઈતિહાસની વાત કરીએ તો ફિરોઝ ગાંધી પહેલીવાર 1952માં ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. તે પછી તેઓ 1958માં પણ ચૂંટણી જીત્યા હતા. તેમના મૃત્યુ પછી, ઈન્દિરા ગાંધીએ 1967ની ચૂંટણીમાં આ બેઠક પરથી ઉમેદવારી નોંધાવીને તેમની રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. આવી સ્થિતિમાં આ બેઠક ગાંધી પરિવારનો વારસો બની ગઈ. 2004માં ઈન્દિરા ગાંધીના પુત્રવધૂ સોનિયા ગાંધીએ ચૂંટણી લડી હતી અને પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. જયારે હવે સોનિયા ગાંધીના પુત્ર રાહુલ ગાંધી આ સીટ પરથી લડશે. 

રાહુલ ગાંધી અને ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપનો મુકાબલો

હાઈપ્રોફાઈલ રાયબરેલી સંસદીય સીટ પર બીજેપી ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહ સતત બીજી વખત ગાંધી પરિવાર સામે લડશે. 2018માં દિનેશ પ્રતાપ સિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. 2019માં દિનેશ પ્રતાપ સિંહે સોનિયા ગાંધી સામે ચૂંટણી લડી હતી અને હારી ગયા હતા. તે સમયે સોનિયા ગાંધીને 5,31,918 વોટ મળ્યા. ભાજપના ઉમેદવાર દિનેશ પ્રતાપ સિંહને 3,67,740 મત મળ્યા હતા. દિનેશ પ્રતાપ 1,64,178 મતથી હારી ગયા હતા, પરંતુ તેમણે સોનિયા ગાંધીની જીતનું માર્જિન ઘટાડ્યું.

અત્યાર સુધી રાયબરેલીના સાંસદો

વર્ષસાંસદપાર્ટી
1952ફિરોઝ ગાંધીકોંગ્રેસ
1957ફિરોઝ ગાંધીકોંગ્રેસ
1960આરપી સિંહકોંગ્રેસ
1962બૈજનાથકોંગ્રેસ
1967ઈન્દિરા ગાંધીકોંગ્રેસ
1971ઈન્દિરા ગાંધીકોંગ્રેસ
1977ઈન્દિરા ગાંધીરાજનારાયણ સામે હારી ગયા
1980ઈન્દિરા ગાંધીકોંગ્રેસ
1984અરુણ નેહરુકોંગ્રેસ
1989શીલા કૌલકોંગ્રેસ
1991શીલા કૌલકોંગ્રેસ
1996અશોક સિંહભાજપ
1998અશોક સિંહભાજપ
1999સતીશ શર્માકોંગ્રેસ
2004સોનિયા ગાંધીકોંગ્રેસ
2009સોનિયા ગાંધીકોંગ્રેસ
2014સોનિયા ગાંધીકોંગ્રેસ
2019સોનિયા ગાંધીકોંગ્રેસ
2024રાહુલ ગાંધીચૂંટણી લડી રહ્યા છે


ફિરોઝ ગાંધીથી શરૂ થઈ સફર, ઈન્દિરા અહીંથી જ બન્યા PM...: ઈલાહાબાદ છોડી નેહરુ-ગાંધી પરિવારની પહેલી પસંદ કેમ બન્યું રાયબરેલી? 2 - image


Google NewsGoogle News