mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

કૂનો નેશનલ પાર્કથી આવ્યા ખરાબ સમાચાર, 4 મહિના પહેલા નામીબિયાથી આવેલી માદા ચીતાની કિડની ડેમેજ

નામીબિયાથી લવાયેલી માદા ચીત્તાની કિડનીમાં ઈન્ફેક્શન : માદા સાશા અન્ય ચીત્તાની સરખામણીએ થાકેલી અને નબળી પડી

માદા ચીત્તાની સારવાર માટે ડોક્ટરોની ટીમ ખડેપગે, નામીબિયાના નિષ્ણાતોના સંપર્કમાં ડોક્ટરોની ટીમ

Updated: Jan 26th, 2023

કૂનો નેશનલ પાર્કથી આવ્યા ખરાબ સમાચાર, 4 મહિના પહેલા નામીબિયાથી આવેલી માદા ચીતાની કિડની ડેમેજ 1 - image
All Image - kunonationalpark

ભોપાલ, તા.26 જાન્યુઆરી-2023, ગુરુવાર

કૂનો નેશનલ પાર્કની એક માદા ચીત્તા બીમાર છે. તેનું નામ સાશા છે. પાર્કના ડીએફઓ પ્રકાશ કુમાર વર્માએ કહ્યું કે, માદા ચીત્તા કેટલાક સમયથી થાકેલી અને નબળી દેખાય છે. તાત્કાલીક ક્વોરેન્ટાઈન એન્ક્લોઝરમાં લઈ જવાયેલી માદા ચીત્તાની ભોપાલથી આવેલા પશુ ડોક્ટરો તપાસ કરી છે, જેમાં જાણવા મળ્યું છે કે, તેની કિડનીમાં ઈન્ફેક્શન છે અને તે સંપૂર્ણ રીતે ડિહાઈડ્રેટ થઈ ગઈ છે.

સાશાની સારવાર કરવા ભોપાલથી ડોક્ટરો આવ્યા

ડીએફઓએ જણાવ્યું કે, બાકી તમામ ચીતાઓ સ્વસ્થ છે. ભોપાલથી આવેલા ડોક્ટર ચીતાની સારવાર કરી રહ્યા છે. સારવારને લગતી તમામ વ્યવસ્થા પણ કરી દેવાઈ છે. જોકે DTEમાં પ્રકાશિત કરાયેલા એક અહેવાલ મુજબ સાશાની કિડની ખરાબ થઈ રહી છે. આ કોઈ સામાન્ય સંક્રમણ નથી. ચીત્તા સાથે હંમેશા એવું થાય છે કે, તેમના અંગો કામ કરવાનું બંધ કરી દે છે.

કૂનો નેશનલ પાર્કથી આવ્યા ખરાબ સમાચાર, 4 મહિના પહેલા નામીબિયાથી આવેલી માદા ચીતાની કિડની ડેમેજ 2 - image

જો સાશાને પ્રવાહી પર રખાય તો પણ બચવાની આશા ઓછી

જો સાશાને પ્રવાહી પર રાખવામાં આવે તો પણ તેની બચવાની આશા ઓછી છે. પાંચ વર્ષની માદા ચીતા સાશા નામીબિયાના ગોબાબિસ પાસેથી મળી હતી. આ વાત 2017ની છે, ખુબ જ નબળી અને કુપોષિત સાશાને જંગલની આસપાસ રહેતા ખેડૂતો લઈને આવ્યા હતા. જ્યાં સુધી તે નાની હતી ત્યાં સુધી ગામના લોકોએ તેનું ધ્યાન રાખ્યું. ત્યાર બાદ ચિતા સંરક્ષણ ફંડે તેને જાન્યુઆરી 2018માં નામીબિયા સેન્ટરમાં શિફ્ટ કરી દીધી હતી. આ સેન્ટરમાં તેની સારી સંભાળ રખાઈ હતી. ત્યારબાદ ભારત લઈ જવાઈ રહેલા આઠ ચિતાઓની બેચમાં સાશાનો સમાવેશ કરાયો હતો.

કૂનો નેશનલ પાર્કથી આવ્યા ખરાબ સમાચાર, 4 મહિના પહેલા નામીબિયાથી આવેલી માદા ચીતાની કિડની ડેમેજ 3 - image

ડોક્ટરો સતત લઈ રહ્યા છે નામીબિયાના નિષ્ણાતોની સલાહ

PCCF જેએસ ચૌહાણે જણાવ્યું કે, લગભગ 4 દિવસ પહેલા, સાશા બાકીના ચિત્તાઓની સરખામણીમાં થાકેલી અને નબળી જોવા મળી રહી છે. ત્યારબાદ તેને તુરંત જ ક્વોરેન્ટાઇન એન્ક્લોઝરમાં લઈ જઈ સારવાર શરૂ કરાઈ છે. 3 ડૉક્ટરો તેની સારવાર કરી રહ્યા છે. આ ડોક્ટરો સતત પર્યાવરણવિદ વાયવી ઝાલા અને નામીબિયાના ચિત્તા સંરક્ષણ ફંડના નિષ્ણાતોની સલાહ લઈ રહ્યા છે. ભોપાલની હમીદિયા હોસ્પિટલના નિષ્ણાતો અને પશુચિકિત્સકો સાશાની સારવાર કરી રહ્યા છે.

કૂનો નેશનલ પાર્કથી આવ્યા ખરાબ સમાચાર, 4 મહિના પહેલા નામીબિયાથી આવેલી માદા ચીતાની કિડની ડેમેજ 4 - image

સાશાની વધુ જીવવાની શક્યતા નહિવત્

નિષ્ણાતોનું માનવું છે કે, જો સાશા બચી જશે તો પણ તે વધુમાં વધુ 1 વર્ષ જ જીવી શકશે. 17 સપ્ટેમ્બર 2022ના રોજ ચિત્તાઓને નામીબિયાના હુસિયા કોટાકો ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી લવાયા હતા. તેમને લાવવા ખાસ બોઈંગ 747 એરક્રાફ્ટ મોકલાયું હતું.

Gujarat