કોરોનાના પાપે દુનિયાભરમાં હાર્ટ ફેઈલ્યોરની મહામારી સર્જાવાની ભીતિ
- જાપાનના વિજ્ઞાાનીઓની ચેતવણી
- લોકોના હૃદય ટપોટપ બંધ થવા માંડશે, કોરોના વાયરસ જે રિસેપ્ટર્સને ચોંટે છે તે હાર્ટમાં કોમન છે
ટોકિયો : કોરોના વાયરસના પાપે વિશ્વમાં જાણે કે હાર્ટ ફેઈલ્યોરની મહામારી સર્જાઈ હોય તેટલી હદે હૃદય બંધ પડી જવાના કિસ્સા વધી શકે છે તેવી ચેતવણી જાપાનના વિજ્ઞાાનીઓએ આપી છે.
જાપાનની સંશોધન સંસ્થા રિકેનનના વિજ્ઞાાનીઓએ આપેલી ચેતવણી અનુસાર કોવિડના એક પછી એક નવા વેરિએન્ટ સામે આવી રહ્યા છે.
ભવિષ્યમાં એવી કેટલીય બીમારીઓ જોવા મળશે કે હાલની બીમારીઓ એવાં કેટલાંય સ્વરુપે જોવા મળશે જેની આપણે હાલ કલ્પના કરી શકતા નથી. તેમણે ચેતવણી આપી છે કે દુનિયાભરમાં હાર્ટ ફેઈલ્યોરના કિસ્સા એક મહામારીના પ્રમાણ જેટલા વધી શકે છે.
તેમણે દાવો કર્યો છે કે મનુષ્યનો કોષોમાં કોરોના વાયરસ જે એસીઈ ટૂનામના રિસેપ્ટર સાથે ચોંટે છે એ રિસેપ્ટર હૃદયમાં બહુ કોમન હોય છે.
તેમના જણાવ્યા અનુસાર ભૂતકાળમા ંકોવિડનો ચેપ લાગ્યો હોય તેવા કેટલાય લોકોના હૃદય હાલ પૂરી ક્ષમતાથી કામ કરી રહ્યાં નથી. જોકે, તેની પાછળનું કારણ હજુ અજ્ઞાાત જ રહ્યું છે. ભવિષ્યમાં કદાચ એવા કેટલાય કિસ્સા જોવા મળશે જ્યારે લોકોના હૃદય ટપોટપ બંધ પડી જતાં જોવા મળે.
તેમના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કોવિડની મહામારીના કારણે બહુ પરિસ્થતિ બદલાઈ ચૂકી છે. એસએઆરએસ સીઓવીટૂ તરીકે ઓળખાવાયેલા કોવિડના વાયરસના કારણે ભવિષ્યમાં હાર્ટ ફેઈલ્યોરનું જોખમ અનેકગણી ઝડપે વધી શકે છે.
કોવિડના ચેપ અને હાર્ટ ફેઈલ્યોરને સંબંધ હોઈ શકે છે. જોકે, તેને લગતી પાકી સાબિતી હજુ મળી નથી. જો આવનારા સમયમાં તત્કાળ નિદાન નહીં કરવામાં આવે તો આ એક વૈશ્વિક આરોગ્ય જોખમ બની શકે છે તેમ આ રિપોર્ટમાં જણાવાયું છે.
વિશ્વમાં છેલ્લા કેટલાક દિવસોથી જેએનવન નામના નવા વેરિએન્ટના કેસો જોવા મળ્યા છે.
વિશેષજ્ઞાોના દાવા અનુસાર તેને પગલે એ લોકોમાં ભવિષ્યમાં હૃદયની તકલીફ વધી શકે છે.
રિકેનના સંશોધન ટીમના વડા હિદેતોશી માસૂમોતોએ કહ્યું હતું કે કોરોનાનો ચેપ લાગ્યો હોય તેવા લોકોના હૃદયમાં વાયરસનો ચેપ લાગવાનું પ્રમાણ વધી શકે છે. તેમણે જણાવ્યુ ંહતું કે આ કિસ્સા એક મહામારીનું સ્વરુપ ધારણ કરે તે પહેલાં પરીક્ષણ પ્રણાલિ તથા ઉપચાર પદ્ધતિ નિશ્ચિત કરી દેવાની જરુર છે.