FDI in India: પડોશી દેશો પર નજર રાખવા છતાં પણ આવી 1 લાખ કરોડ રૂપિયાની FDI પ્રપોઝલ, કોવિડ-19 બાદ લાદવામાં આવી છે કડકાઈ
પાડોશી દેશોમાં ભારતના વિકાસનો હિસ્સો બનવા માટે સ્પર્ધા કરી રહ્યા છે
સરકારની કડક નીતિ હોવા છતા પણ આટલી મોટી સંખ્યામાં FDI પ્રસ્તાવો આવતા ભારતીય અર્થતંત્ર માટે ઉત્સાહ જનક
તા. 4 ડિસેમ્બર 2023, સોમવાર
FDI in India: ભારતનું આર્થિક લક્ષ્ય જલ્દીમાં જલ્દી 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું છે. પાડોશી દેશો ભારતના વિકાસનો હિસ્સો બનવા માટે સતત સ્પર્ધા કરી રહ્યા છે. ભારતની સીમા પર આવેલા દેશોમાંથી લગભગ 1 લાખ કરોડ રુપિયાની વિદેશી રોકાણની દરખાસ્તો આવી છે. આમાંથી ભારત સરકારે અડધા દરખાસ્તોને મંજુરી આપી દીધી છે. સરકારે આ દેશોમાંથી આવતી એફડીઆઈ દરખાસ્તો માટે પહેલા મંજુરી લેવી ફરજીયાત કરી દીધી છે. સરકારની કડક નીતિ હોવા છતા પણ આટલી મોટી સંખ્યામાં FDI પ્રસ્તાવો આવતાં ભારતીય અર્થતંત્ર માટે ઉત્સાહ સાથે પ્રોત્સાહનરુપ છે.
સ્થાનિક કંપનીઓને બચાવવા માટે વધારવામાં આવી દેખરેખ
પાડોશી દેશોથી એફડીઆઈ પ્રસ્તાવોના આ આંકડા એપ્રિલ 2020થી સપ્ટેમ્બર 2023 સુધીના છે. જેમા અડધાથી વધારે દરખાસ્તોને મંજુરી આપી દેવામા આવી છે. બાકીની રદ કરી દેવામાં આવી છે અથવા તો પાછી ખેચી લેવામા આવી છે. આ સાથે કેટલીક દરખાસ્તો હજુ પણ મંજુરીના રાહ જોઈ રહ્યા છે. કોવિડ-19 પછી સ્થાનિક કંપનીઓની સુરક્ષા માટે સરકારે પાડોશી દેશોમાંથી આવનારી એફડીઆઈ દરખાસ્તો પર નજર રાખવાની શરુ કર્યુ હતું.
સુરક્ષા એજન્સીઓ અને કેટલાક મંત્રાલયોને મોકલવામાં આવે છે
ભારતને ચીન, પાકિસ્તાન, નેપાળ , બાંગ્લાદેશ, મ્યાનમાર, ભૂટાન અને અફગાનિસ્તાનની સીમાઓ મળી રહી છે. ભારત સરકાર દ્વારા દેખરેખ વધારવાં છતાં પણ રોકાણકારોનો ઉત્સાહ ઓછો થયો નથી અને એક લાખ કરોડની દરખાસ્તો આવી ગઈ છે. આ દરખાસ્તોને સુરક્ષા એજન્સી અને મંત્રાલયોને મોકલવામાં આવી છે. જો કે, તેમાંથી મોટી સંખ્યામાં એફડીઆઈ દરખાસ્તો પરત કરવામાં આવી હતી.