Get The App

અલીગઢમાં ગણેશ પૂજન કરનારી મહિલા રૂબી ખાન સામે ફતવો જાહેર થયો

Updated: Sep 3rd, 2022


Google NewsGoogle News
અલીગઢમાં ગણેશ પૂજન કરનારી મહિલા રૂબી ખાન સામે ફતવો જાહેર થયો 1 - image


- રૂબી ખાન ભાજપના મહિલા મોરચાની ઉપાધ્યક્ષ

- મૂર્તિ પૂજા કરનારી રૂબી ખાન ઈસ્લામ વિરોધી : દેવબંધ મુફ્તિનો ફતવો, લોકોએ કહ્યું, સલમાન ખાન સામે પણ ફતવો જાહેર કરીને બતાવો

અલીગઢ : ઉત્તર પ્રદેશના અલીગઢમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાની ઉપાધ્યક્ષ રૂબી ખાને ગણેશ પૂજન કર્યું હતું. ઘરમાં ભગવાન ગણેશની મૂર્તિનું સ્થાપન કર્યું હતું. એનો વીડિયો સામે આવ્યો તે પછી દેવબંધના મુફ્તિએ રૂબી ખાન સામે ફતવો બહાર પાડયો હતો અને તેને ઈસ્લામ વિરોધી ગણાવી હતી.

ગણેશ ચતુર્થીએ અલીગઢમાં ભાજપના મુસ્લિમ નેતા રૂબી ખાને ઘરમાં ગણેશ ભગવાનનું સ્થાપન કર્યું હતું અને ગણેશપૂજન કર્યું હતું. આખો પરિવાર ગણેશ ભગવાનની પૂજા કરતો હોય અને લાડુનો પ્રસાદ ધરાવતો હોય એવો વીડિયો પણ શેર કર્યો હતો. 

મુસ્લિમ પરિવારે ગણેશ પૂજન કર્યું એનો વીડિયો સામે આવ્યો પછી કેટલાક કટ્ટરવાદીઓએ એનો વિરોધ કર્યો હતો. દેવબંધના મુફ્તિ અરશદ ફારૂકીઅ એક નિવેદનમાં કહ્યું હતું કે ગણેશ ભગવાન હિન્દુધર્મમાં પૂજનીય છે અને જ્ઞાાન, સુખાકારી, સમૃદ્ધિના દાતા છે. પરંતુ ઈસ્લામમાં મૂર્તિ પૂજા થતી નથી. તેથી મૂર્તિ પૂજા કરનારા ઈસ્લામ વિરોધી છે. એવું કરનારા સામે જે હુકમ જાહેર થાય છે એવો જ હુકમ રૂબી ખાન સામે પણ જાહેર થવો જોઈએ. મૂર્તિ પૂજા કરનારા ઈસ્લામના વિરોધી છે એટલે રૂબી ખાન પણ ઈસ્લામની વિરોધી છે.

આ ફતવા પછી રૂબી ખાને કટ્ટરવાદીઓની ઝાટકણી કાઢી હતી. રૂબી ખાને કહ્યું હતું કે તેને આવા ફતવાની કોઈ જ પરવા નથી. આવા ફતવાથી દેશમાં ભાગલા પડે છે. આપણાં દેશમાં હિન્દુ-મુસ્લિમ એક થઈને રહે છે. એ જ આપણી સદીઓ જૂની પરંપરા રહી છે. 

સાચા મુસ્લિમો આ ભાષામાં વાત કરતા નથી. લોકોએ રૂબી ખાનના સમર્થનમાં કટ્ટરવાદી ધાર્મિક નેતાઓની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે રૂબી ખાન જેમ ઘરમાં ગણેશ સ્થાપન અને પૂજા કરે છે, એમ સલમાન ખાન પણ કરે છે. મુફ્તિઓ અને મૌલાનાઓ સલમાન ખાન સામે ફતવો જાહેર કરી બતાવે. 


Google NewsGoogle News