ભંગારમાંથી જુગાડ કરી બનાવી મહાત્મા ગાંધીની મુર્તિ, લોકોએ કહ્યું આટલી ડરામણી...
ઉત્તર પ્રદેશના મેરઠમાં નગર નિગમ દ્વારા 'કબાડ સે જુગાડ' નામે એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું
મહાત્મા ગાંધીનું જે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યુ હતું તે ખૂબ ડરાવણું લાગતું હતું
Image Twitter |
તા. 9 ઓક્ટોબર 2023, સોમવાર
ઉત્તર પ્રદેશના મેરઠમાં નગર નિગમ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું, જેનુ નામ 'કબાડ સે જુગાડ' રાખવામાં આવ્યું હતુ. આ અભિયાનમાં ગામમાંથી મળેલા ભંગારમાંથી કેટલીક કલાકૃતિ બનાવીને મેરઠના ગામના ચોકમાં રાખવામાં આવ્યા હતો. મેરઠના આ પ્રોગ્રામની પ્રશંસા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના પ્રોગ્રામ મન કી બાતમાં કરી હતી. પરંતુ આ દરમ્યાન એક વિવાદ ઉભો થયો છે.
મહાત્મા ગાંધીનું જે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યુ હતું તે ખૂબ ડરાવણું લાગતું હતું
હકીકતમાં મેરઠમાં ભંગારમાંથી કેટલીક કલાકૃતિ બનાવીને મુકવામાં આવી હતી જેની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી. મેરઠમાં 2 ઓક્ટોબરના રોજ ગાંધીજીનું એક સ્ટેચ્યુ ભંગારમાંથી બનાવવામાં આવ્યું હતું. જેને કમિશ્નર કચેરીની બહાર રાખવામાં આવ્યુ હતું. કેટલાક લોકોને આ વાત બિલકુલ ગમી નહોતી કારણ કે તેમનુ માનવુ હતુ કે મહાત્મા ગાંધીનું જે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યુ હતું તે ખૂબ ડરાવણું લાગતું હતું.
લોકોનો વિરોધ થવાથી આખરે મેરઠ નગર નિગમ દ્વારા આ સ્ટેચ્યુ ત્યાથી હટાવી લેવાયું
આખરે લોકોનો વિરોધ થવાના કારણે મેરઠ નિગમે આ સ્ટેચ્યુ ત્યાથી હટાવી લીધુ હતું. તેમનુ કહેવુ હતું કે આ તો ફીડબેક લેવા માટે સ્ટેચ્યુ રાખવામાં આવ્યું હતું. તેને હજુ વધુ સારુ કઈ રીતે બનાવવામાં આવે તેના માટે એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેને હવે સારુ રુપ આપી ફરી સ્થાપિત કરવામાં આવશે.