Get The App

બિહારમાં મેઘપ્રકોપની આઘાતજનક ઘટના: વીજળી પડતાં ખેતરમાં પતિ-પત્ની અને પુત્રીનું મોત

Updated: Apr 15th, 2025

GS TEAM


Google News
Google News
બિહારમાં મેઘપ્રકોપની આઘાતજનક ઘટના: વીજળી પડતાં ખેતરમાં પતિ-પત્ની અને પુત્રીનું મોત 1 - image


Image Source: Twitter

3 People Died Due To Lightning: બિહારમાં કમોસમી વરસાદના કારણે હવામાન બદલાયું છે. બિહારમાં વીજળી અને તોફાનના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે હવે અરવલમાં જિલ્લામાં મેઘપ્રકોપના કારણે એક પરિવારનો માળો વિખાય ગયો છે. બિહારના અરવલ જિલ્લામાંથી એક એવી હ્રદય દ્રાવક ઘટના સામે આવી છે. બિહારના અરવલ જિલ્લામાં વરસાદ વચ્ચે વીજળી પડવાથી પતિ-પત્ની અને તેની પુત્રીનું જીવતા સળગી જવાથી મોત થઈ ગયું છે. આ હૃદયદ્રાવક દુર્ઘટનાનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે તેને જોઈને લોકોના હૃદય કાંપી ઉઠ્યા છે. 

અરવલ જિલ્લામા શાદીપુર ગામની ઘટના

પ્રાપ્ત માહિતી પ્રમાણે અરવલમાં સોમવારે સાંજે વીજળી પડવાથી શાદીપુર ગામના નિવાસી 48 વર્ષીય અવધેશ યાદવ, તેમની પત્ની 45 વર્ષીય રાધિકા દેવી અને 18 વર્ષની દીકરી રિંકુ કુમારીનું દુ:ખદ મોત થઈ ગયું છે. ગામલોકોએ જણાવ્યું કે વરસાદ શરૂ થઈ જતા પરિવારના સભ્યો ખેતરમાં ઘઉં લેવા માટે ગયા હતા.

આ દરમિયાન જ્યારે તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમના પર અચાનક વીજળી પડી અને પરિવારના ત્રણેય સભ્યો તેની લપેટમાં આવી ગયા. આ દુ:ખદ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયો છે. 

આ પણ વાંચો: સુરતમાં નશો કરવા 20 રૂપિયા આપવાની ના પાડતાં સગીરની હત્યા, પરિવારે ગુમાવ્યો એકનો એક પુત્ર

મૃતકોના પરિવારને 4-4 લાખનું વળતર મળશે

આ ઘટના બાદ તરત જ સ્થાનિક લોકોએ પોલીસને સૂચના આપી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે મૃતદેહોને કબજામાં લઈ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. બીજી તરફ વહીવટી તંત્રએ મૃતકોના પરિવારજનોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાનું એલાન કર્યું છે. 

Tags :