સરકારનો નવો આદેશ: આવી ભૂલ ન કરતા, નહીંતર હાઇવે પર ડબલ ટોલ ટેકસ ભરવો પડશે
Image: IANS |
Penalty For Not fixing FasTag On Vehicles: જો તમે પોતાની કાર લઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્ત્વના છે. હાઈવે પર કારમાં મુસાફરી દરમિયાન તમે થોડી પણ બેદરદારી દાખવી તો તમારા ખિસ્સા પર બોજો વધી શકે છે. ટોલ પ્લાઝા પર લાગૂ ટેક્સ માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ નવા નિયમો લાગુ કર્યા છે. જે અંતર્ગત જે લોકોના વાહનમાં ફાસ્ટેગ લગાવેલો નહીં હોય તેઓએ ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે. જેના માટે એનએચએઆઈ તરફથી દિશા-નિર્દેશ પણ જારી કરવામાં આવ્યા છે.
NHAIએ નોટિફિકેશન જારી કરી
લોકો પોતાની કાર તથા અન્ય વાહનોના વિન્ડસ્ક્રિન પર જાણીજોઈને ફાસ્ટેગ લગાવતા નથી. જેના પર કડક વલણ દાખવતાં NHAIએ ફાસ્ટેગ માટે નવો નિયમ લાગૂ કર્યો છે. હવે વિન્ડસ્ક્રિન પર જાણીજોઈને ફાસ્ટેગ ન લગાવનાર પાસેથી વધુ ટેક્સ વસૂલવામાં આવશે. આ સંદર્ભે નોટિફિકેશન જારી કરી જણાવ્યું છે કે, વિન્ડસ્ક્રિન પર ફાસ્ટેગ ન લગાવવા બદલ ટોલ પ્લાઝા પર બિલિંગમાં વિલંબ થાય છે. જેના કારણે કતારમાં ઉભેલા અન્ય વાહનોને પણ મુશ્કેલી થાય છે. જેને ધ્યાનમાં લેતાં ઓથોરિટીએ આ સંદર્ભે SOP જારી કરી છે. જેમાં ફાસ્ટેગ વિન્ડસ્ક્રિન પર ન લગાવવા બદલ બમણો ટેક્સ વસૂલવાનો નિર્ણય લેવાયો છે.
સેન્સેક્સ-નિફ્ટી સર્વોચ્ચ ટોચે ખૂલ્યા બાદ ઘટ્યા, 2660 શેર્સમાં ઘટાડો, રોકાણકારોની મૂડી 5 લાખ કરોડ ઘટી
સીસીટીવી દેખરેખ રાખશે
NHAIએ તમામ ટોલ પ્લાઝા પર આ નવા નિયમ સંબંધિત માહિતી પ્રદર્શિત કરશે. જેનાથી આ પ્રકારની બેદરકારી રાખતા વાહનચાહકોને જાણકારી મળશે અને તેનુ ઉલ્લંઘન કરનારને પેનલ્ટી રૂપે બમણો ટોલ ટેક્સ ઉપરાંત રજિસ્ટ્રેશન નંબર સીસીટીવી ફુટેજ મારફત રેકોર્ડ કરવામાં આવશે, જેનાથી નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન વિશે રેકોર્ડ જાળવી રાખવામાં મદદ મળશે.
બેન્કો પણ આપ્યા નિર્દેશ
ફાસ્ટેગ જારી કરનાર બેન્કોને પણ નવા નિયમ અંગે માહિતી આપી નિર્દેશ આપ્યો છે કે, તેઓ જારી કરવામાં આવેલા ફાસ્ટેગ વાહન ચાલક દ્વારા વિન્ડસ્ક્રિન પર ફરિજ્યાતપણે લગાવે તેની ખાતરી કરે. NHAIનો લક્ષ્યાંક ફ્રન્ટ વિન્ડશીલ્ડ પર અંદરથી ફાસ્ટેગ લગાવવા માટે નોટિફિકેશન જારી કરી તેનો ઉલ્લંઘન કરનારને પેનલ્ટી ફટકારી નિયમોનું પાલન કરાવવાનો છે.