Get The App

Fastag અપડેટ કરવાની છેલ્લી તારીખ પૂરી, હવે કરવું પડશે આ મહત્ત્વપૂર્ણ કામ

29 ફેબ્રુઆરી 2024 સુધી KYC અપડેટ કરાવવાનો સમય આપવામાં આવ્યો હતો

જૂનું ફાસ્ટેગ જો બંધ થઈ ગયું છે તો તમારી પાસે માત્ર નવું ફાસ્ટેગ લેવાનો વિકલ્પ રહ્યો છે

Updated: Mar 1st, 2024


Google NewsGoogle News
Fastag અપડેટ કરવાની છેલ્લી તારીખ પૂરી, હવે કરવું પડશે આ મહત્ત્વપૂર્ણ કામ 1 - image
Image Twitter 

Fastag Kyc Update:   Fastagને લઈને NHAIએ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેમા તમારે સમયસર અપડેટ કરવાની જરુરી હતું. જો તમે અપડેટ નથી કરી શક્યા તો તમને થોડી મુશ્કેલી પડી શકે છે, કારણ કે તમારું ફાસ્ટેગ હવે ડિએક્ટિવેટ થઈ ગયું છે. હકીકતમાં આ નિર્ણય 'One Vehicle, One Fastag' નિયમ હેઠળ કરવામાં આવ્યો હતો. એટલે કે તમારી ID પર માત્ર એક જ ફાસ્ટેગ ઈસ્યુ કરવામાં આવશે. કારણ કે ઘણી ગાડીઓના નંબર પર 2-2 ફાસ્ટેગ અપડેટ હતા. 

KYC કરાવવું જરુરી છે 

જો તમે ફાસ્ટેગને બચાવવા માંગો છો તો તમને 29 ફેબ્રુઆરી સુધી KYC અપડેટ કરાવવાનો સમય આપવામાં આવ્યો હતો. જેમા તમે પર્સનલ ડિટેલ્સ દાખલ કર્યા બાદ ફાસ્ટેગ બચાવી શકતા હતા. પરંતુ હવે તે શક્ય નથી કારણ કે 29 ફેબ્રુઆરી છેલ્લી તારીખ હતી. 

આટલુ કરીને નવું ફાસ્ટેગ મેળવી શકો છો

ફાસ્ટેગ બંધ થવાની સ્થિતિમાં તમારે હેરાન થવાની જરુર નથી. તમે નવુ ફાસ્ટેગ પણ લઈ શકો છો. તમારે તેની પ્રોસેસ ફોલો કરવાની રહેશે. નવુ ફાસ્ટેગ મેળવ્યા પછી તમારા જૂના દરેક ફાસ્ટેગ બંધ થઈ જશે. એટલે કે જૂના ફાસ્ટેગ જો બંધ થઈ ગયું છે તો તમારી પાસે માત્ર નવું ફાસ્ટેગ લેવાનો વિકલ્પ રહ્યો છે, તમે સરળતાથી નવુ ફાસ્ટેગ લઈ શકો છો. 



Google NewsGoogle News