Get The App

રાહતના સમાચારઃ ફાસ્ટ ટેગ વગરના વાહનચાલકો ચિંતા ન કરો! હવે આ તારીખ સુધી કેશમાં ભરી શકશો ટોલ ટેક્સ

Updated: Jan 13th, 2021

GS TEAM


Google News
Google News
રાહતના સમાચારઃ ફાસ્ટ ટેગ વગરના વાહનચાલકો ચિંતા ન કરો! હવે આ તારીખ સુધી કેશમાં ભરી શકશો ટોલ ટેક્સ 1 - image

મદાવાદ, તા. 13 જાન્યુઆરી 2021, બુધવાર

FasTagને લઈને મોટા રાહતના સમાચાર છે. NHAI એ જાહેરાત કરી હતી કે, 1 જાન્યુઆરી 2021થી દેશના બધા NHAI ટોલ પ્લાઝા કેશની જગ્યાએ FasTag લેનમાં તબ્દીલ થઈ જશે. જો કોઈ પણ FasTag વગર ટોલ પ્લાઝા પર પહોંચ્યું તો તેને બે ગણો ટેક્સ ચૂકવવો પડશે, પરંતુ હવે લોકોને FasTag લેવા અને લગાવવા માટે સમય મળી ગયો છે.

FasTag વાળા વાહન હવે 15 ફેબ્રુઆરી સુધી નેશનલ હાઈવેના ટોલ પ્લાઝાથી કેશ પેમેન્ટ કરી શકશો. હાલમાં FasTag થકી ટોલ પ્લાઝાથી કલેક્શન 75-80 ટકા છે. હવે તમે 15 ફેબ્રુઆરી સુધી પોતાની ગાડીઓમાં FasTag લગાવી શકશે. NHAI એ લોકોને FasTag મળવામાં આવી રહેલી સમસ્યાઓને જોતા આ નિર્ણય લીધો છે. પહેલા દેશના બધા રાષ્ટ્રીય રાજમાર્ગો પાસેથી પસાર થવા પર ટોલ ચૂકવવા માટે 1 જાન્યુઆરી 2021 થી ગાડીઓમાં FasTag ફરજીયાત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

બે પ્રકારના હોય છે FasTag
FasTag બે પ્રકારના હોય છે. એક હોય છે NHAI એ ટેગવાળા અને બીજા હોય છે. જે બેન્કોમાંથી લેવામાં આવી ગયુ છે. 1 ડિસેમ્બર 2017 બાદથી જે પણ ગાડીઓ ખરીદવામાં આવી છે. તેમાં FasTag પહેલાથી ફિટ થઈને આવે છે. જો તમે આ પહેલા કાર ખરીદી છે તો તમારે FasTag અલગથી ખરીદવાનું હશે. ટૂ-વ્હીલરને છોડી કાર, બસ, ટ્રક અથવા બીજા ખાનગી અને કોમર્શિયલ વાહનોને ટોલ પ્લાઝાથી પસાર થતા સમયે FasTag ફરજિયાત રૂપથી લગાવવાનું રહેશે.

NHAI નું ‘My FasTag App’
આ એપ થકી તમે પોતાની ગાડી માટે FasTag ખરીદી શકો છો. તે માટે તમારે કોઈ KYCની જરૂરિયાત રહેશે નહી. NHAI એ હાલમાં જ તેમાં ‘Check balance status’નું નવું ફીચર પણ નાખ્યુ છે. ‘My FasTag App’ એક બેન્ક ન્યૂટ્રલ એપ છે. એટલે તેનો કોઈ સરકાર અને ખાનગી બેન્કની સાથે લિંક નથી. તમે તેને UPI અથવા નેટ બેન્કિંગ થકી પણ રિચાર્જ કરી શકો છો.

22 બેન્કોથી ખરીદી શકો છો FasTag, કેટલી હશે FasTagની કિંમત
તમે FasTag ને બેન્ક પાસેથી પણ ખરીદી પોતાની કારમાં ચિપકાવી શકો છો અને રિચાર્જ કરી શકો છો. 22 બેન્કોને આ કામ માટે જોડી લેવામાં આવી છે. તેની કિંમત એ વાત પર પણ નિર્ભર કરે છે કે, તમે તેને ક્યાંથી ખરીદી રહ્યા છો. દરેક બેન્કની FasTagની ફી અને સિક્યોરિટી ડિપોઝિટને લઈને અલગ પોલિસી છે.

Tags :