Get The App

મારો ઈશ્વર પાણીમાં નથી, હું તો ઘરમાં જ સ્નાન કરું છું: મહાકુંભ મુદ્દે ફારુક અબ્દુલ્લાનું નિવેદન

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
મારો ઈશ્વર પાણીમાં નથી, હું તો ઘરમાં જ સ્નાન કરું છું: મહાકુંભ મુદ્દે ફારુક અબ્દુલ્લાનું નિવેદન 1 - image


Farooq Abdullah: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, INDIA ગઠબંધન સારી રીતે ચાલી રહ્યું છે. આ દરમિયાન તેઓએ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં જવાને લઈને કહ્યું કે, હું ઘરે જ સ્નાન કરું છું. 

મારો ઈશ્વર મંદિર-મસ્જિદમાં નથી

INDIA ગઠબંધનને લઈને પૂછાયેલા સવાલ પર તેઓએ કહ્યું કે, 'INDIA ગઠબંધન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે અને ભવિષ્યમાં પણ ચાલશે.' બાદમાં તેમને મહાકુંભ વિશે સવાલ કરવામાં આવ્યો તો તેઓએ કહ્યું કે, 'હું તો ઘરમાં જ સ્નાન કરી લઉ છું. મારો ઈશ્વર પાણીમાં નથી, ન મંદિરમાં છે, ન મસ્જિદમાં છે અને ન તો ગુરુદ્વારામાં છે. મારો ઈશ્વર મારા દિલમાં છે'.

આ પણ વાંચોઃ એ ચૂપ... લોકસભામાં પોતાના જ સાંસદો કેમ ભડક્યા અખિલેશ યાદવ? મહાકુંભ મુદ્દે સરકાર સામે કર્યા પ્રહાર

INDIA ગઠબંધનના નેતાઓએ નાસભાગ પર કર્યો સવાલ

INDIA ગઠબંધનની સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મહાકુંભ મેળામાં થયેલી નાસભાગ દરમિયાન મોત પર પારદર્શિતાની માંગ કરી છે. તેઓએ સરકારને મોતના સાચા આંકડા આપવાની માંગ કરી છે. સંસદમાં વિવાદ દરમિયાન અખિલેશે ઑલપાર્ટી મિટિંગની પણ અપીલ કરી હતી. 

આ પણ વાંચોઃ 10 અને 20 રૂપિયાના સિક્કા મુદ્દે મોટા સમાચાર, સરકારે લોકસભામાં આપી જાણકારી

આ સિવાય અખિલેશ યાદવે માંગ કરી કે, મહાકુંભ અકસ્માતમાં થયેલા મોત, ઈજાગ્રસ્તોની સારવાર, દવા, તબીબો, ભોજન, પાણી, પરિવહનની ઉપલબ્ધતાના આંકડા રજૂ કરવામાં આવે. મહાકુંભ નાસભાગ માટે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને હકીકત છુપાવનારાને પણ સજા મળે. અમે ડબલ એન્જિન સરકારને પૂછીએ છીએ કે, જો તમારો કોઈ વાંક નથી તો આંકડા કેમ દબાવવામાં અને સંતાડવામાં આવ્યા?


Google NewsGoogle News