Get The App

'મુસ્લિમ બાહુલ્ય રાજ્ય હતું, એટલે જમ્મુ-કાશ્મીરને બનાવી દીધું કેન્દ્ર શાસિત પ્રદેશ', દિગ્ગજ નેતાનું મોટું નિવેદન

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
'મુસ્લિમ બાહુલ્ય રાજ્ય હતું, એટલે જમ્મુ-કાશ્મીરને બનાવી દીધું કેન્દ્ર શાસિત પ્રદેશ', દિગ્ગજ નેતાનું મોટું નિવેદન 1 - image


Jammu Kashmir Assembly Election 2024 : જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જેને લઈને રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે. ત્યારે હવે જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ (NC)ના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ શનિવારે (21 સપ્ટેમ્બર) મોદી સરકાર પર પ્રહાર કર્યા. પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, 'ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યો, કારણ કે આ મુસ્લિમ બાહુલ્ય રાજ્ય છે.'

ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીતમાં ફારુક અબ્દુલ્લાએ ભાજપ અને પીએમ મોદી પર કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું કે, 'જ્યારે પણ તેઓ કોઈ ભૂલ કરે છે તો પાકિસ્તાનને સામે રાખે છે. તેઓ ખુદ ભૂલ કરે છે અને પછી કહે છે કે અમે પાકિસ્તાની છીએ. તેઓ કહે છે કે રાહુલ ગાંધી અને ફારુક અબ્દુલ્લા વચ્ચે ગઠબંધન પાકિસ્તાન સમર્થિત છે. અમારે પાકિસ્તાન સાથે શું લેવા-દેવા છે? હું સમજું છું કે તેઓ ખુદ પાકિસ્તાની છે અને અમને ખતરો બતાવી રહ્યા છે.'

'શું આતંકવાદ ખતમ થઈ ગયો?'

ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, 'મોદી સરકાર કહેતી હતી કે, કલમ 370 આતંકવાદ માટે જવાબદાર છે. આજે તેઓ સત્તામાં છે. શું આતંકવાદ ખતમ થઈ ગયો? કાલે જ રિયાસીમાં એક એન્કાઉન્ટર થયું છે પરંતુ તેમના અનુસાર 370 જવાબદાર છે. જમ્મુ કાશ્મીરને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધો, કારણ કે આ મુસ્લિમ બાહુલ્ય રાજ્ય છે.'

'ભાજપે હિન્દુ-મુસ્લિમ, શીખ, ઈસાઈઓમાં ફાંટા પાડ્યા'

ફારુક અબ્દુલ્લાએ વધુમાં કહ્યું કે, 'મોદી સરકાર અને ભાજપે હિન્દુ-મુસ્લિમ, શીખ, ઈસાઈઓમાં ફાંટા પાડ્યા છે. તેઓ ભારતને તોડવા ઇચ્છે છે. તેને મજબૂત કરવા માંગે છે દગો આપીને. જોકે, કોણ કોને સપોર્ટ કરે છે તે સમય બતાવશે. 8 ઓક્ટોબરે પરિણામ આવી જશે.'

'અમે પાકિસ્તાનના એજન્ડાને ક્યારે લાગૂ નહીં કરીએ'

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પલટવાર કરતા ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, 'તેમની પાર્ટી ક્યારેય પાકિસ્તાનના એજન્ડાને લાગૂ નહીં કરે.' અબ્દુલ્લાની આ ટિપ્પણી વડાપ્રધાન મોદીના એ નિવેદનના એક દિવસ બાદ આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે, 'નેશનલ કોન્ફરન્સ, પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરમાં પાડોશી દેશના એજન્ડાને લાગૂ કરી રહી છે.'


Google NewsGoogle News