Get The App

PDP સાથે ગઠબંધન અંગે ફારૂક અબ્દુલ્લાનું સ્ફોટક નિવેદન, મહેબૂબા મુફ્તી પણ ચોંકી જશે!

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
Farooq Abdullah Big Statement


Farooq Abdullah Big Statement : નેશનલ કોન્ફરન્સના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ સોમવારે કહ્યું કે, જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી બાદ ભાજપને સત્તાથી બહાર રાખવા માટે નેશનલ કોન્ફરન્સ (NC) મેહબૂબા મુફ્તીના નેતૃત્વવાળી પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) સાથે ચૂંટણી બાદ ગઠબંધન કરવા અંગે તૈયાર છે.

પત્રકારો તરફથી પૂછવામાં આવ્યું કે, શું તેઓ પીડીપી સાથે ગઠબંધન કરવા ઈચ્છે છે તો તેમણે કહ્યું કે કેમ નહીં? તેનાથી શું ફરક પડે છે? તેમનું કહેવું છે કે તેઓ બધા એક જ વસ્તુ માટે કામ કરે છે. ભલે તેઓ એકબીજાના પ્રતિસ્પર્ધી હોય, પરંતુ તેમને તેનાથી કોઈ વાંધો નથી. ફારૂક અબ્દુલ્લાએ એમ પણ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે કોંગ્રેસને પણ તેનાથી કોઈ વાંધો નહીં હોય.

શું ફારૂક અબ્દુલ્લા મુખ્યમંત્રી બનશે?

ફારૂક અબ્દુલ્લાને પૂછવામાં આવ્યું કે જો ગઠબંધનની સરકાર બને છે તો શું તેઓ મુખ્યમંત્રી બનશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, હું મુખ્યમંત્રી નહીં બનૂં. મેં મારું કામ કરી દીધું છે. હવે મારી મૂશ્કેલી એ હશે કે અમે એક મજબૂત સરકાર કેવી રીતે બનાવી શકીએ. એમનું એ પણ કહેવાનું છે કે સમર્થન માટે તેઓ અપક્ષના ધારાસભ્યો સાથે પણ વાત કરવા માટે તૈયાર છે, પરંતુ તેમણે એમ પણ કહ્યું કે તેઓ તેમની સામે સમર્થન માટે ભીખ નહીં માગે. જો તેમને લાગે છે કે તેઓ રાજ્યને મજબૂત કરી શકે છે, તો સ્વાગત્ છે.

શું કિંગમેકરની ભૂમિકા નિભાવશે પીડીપી?

ફારૂક અબ્દુલ્લાએ એમ પણ જણાવ્યું કે, પીડીપીને પણ ગઠબંધનમાં સામેલ થવા માટે આમંત્રણ અપાયું હતું, પરંતુ બેઠક વહેંચણી પર કોઈ સમજૂતી ન થઈ શકી, જેના કારણે મેહબૂબા મુફ્તીની પાર્ટીએ પોતાના દમ પર ચૂંટણી લડી. જોકે, તેમનું એ પણ કહેવું છે કે આવતીકાલે (8 ઓક્ટોબર) થનારી મતગણતરીના  એક્ઝિટ પોલમાં ત્રિશંકુ વિધાનસભાના સંકેત અપાયા છે, જેમાં પીડીપી કિંગમેકરની ભૂમિકા નિભાવી શકે છે.

કોના માટે ખાસ હશે પીડીપી?

જમ્મૂ કાશ્મીર ચૂંટણીના એક્ઝિટ પોલ જણાવી રહ્યા છે કે, એનસી-કોંગ્રેસ ગઠબંધન સૌથી વધુ બેઠક જીતશે, પરંતુ 90 બેઠકોમાં 46 ધારાસભ્યોના બહુમતીના આંકડાથી પાછળ રહી શકે છે. પીડીપી, જેને ચારમાંથી 12 બેઠકો જીતવાનો અંદાજ છે, એનસી-કોંગ્રેસ અથવા ભાજપમાંથી કોઈ માટે પણ મહત્વપૂર્ણ હોય શકે છે.

ખાસ વાત એ છે કે, એનસી-પીડીપી ગઠબંધનનો પ્રસ્તાવ શ્રીનગરમાં લાલ ચોક બેઠકના ઉમેદવાર જુહૈબ યૂસુફ મીર તરફથી રખાયો હતો. તેમનું કહેવું હતું કે, ભાજપને સત્તાથી બહાર રાખવા માટે પીડીપી એનસી અને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા માટે તૈયાર છે. પરંતુ મેહબૂબા મુફ્તીના પુત્ર ઇલ્તિજા મુફ્તીએ કહ્યુ મને રેકોર્ડ બરાબર રાખવા દો... પરિણામ આવ્યા બાદ જ પીડીપીનું સીનિયર નેતૃત્વ સેક્યુલર મોર્ચાને સમર્થન આપવા માટે નિર્ણય કરશે. 


Google NewsGoogle News