Get The App

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ફારુક અબ્દુલ્લાનું નિવેદન, કહ્યું-'મુસ્લિમો વિરુદ્ધ નફરતનો અંત આવશે'

'જય શ્રી રામ'ના નારા લગાવીને રામ મંદિરના નામે વોટ માંગશે: ફારુક અબ્દુલ્લા

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ફારુક અબ્દુલ્લાનું નિવેદન, કહ્યું-'મુસ્લિમો વિરુદ્ધ નફરતનો અંત આવશે' 1 - image


National Conference President Farooq Abdullah: નેશનલ કોન્ફરન્સ (NC)ના વડા ફારૂક અબ્દુલ્લાએ આશા વ્યક્ત કરી હતી કે, 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહથી દેશમાં મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નફરતનો અંત લાવવાનો માર્ગ મોકળો થશે.

એક પત્રકાર પરિષદમાં ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે,'હું હંમેશા ભગવાન રામની હૃદયથી પ્રશંસા કરૂ છું. કોણ (રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં) જશે અને કોણ નહીં જાય તે પોતાની અંગત બાબત છે, હું આશા રાખું છું કે મંદિરના દરવાજા ખુલવાથી લોકોના દિલના દરવાજા પણ ખુલશે અને મુસ્લિમો સામે નફરતનો અંત આવશે. આ મારી પ્રાર્થના છે અને ભગવાન મારો અવાજ સાંભળશે.'

'ભગવાન રામ જેટલા તમારા છે, એટલા જ અમારા છે': ફારૂક અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, 'ભગાવાન રામ જેટલા તમારા,એટલા જ અમારા છે. મેં એક પાકિસ્તાની વિદ્વાન દ્વારા કુરાનનો અનુવાદ વાંચ્યો છે અને તેણે રામ વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે તે (રામ) ઈચ્છે છે કે બધા લોકો ભાઈચારા અને પ્રેમથી આગળ વધે. મહાત્મા ગાંધીએ ભારતને રામ 'રાજ્ય' બનાવવાની વાત કહી છે. આમાં કશું ખોટું નથી. મેં વર્ષોથી વિવિધ મંદિરોમાં મારા હૃદયથી રામના ભજનો ગાયા છે અને હું કોઈની ટીકાથી કે વોટબેંક ગુમાવવાથી ડરતો નથી કારણ કે હું જાણું છું કે જો આપણે ભારત અને રાજ્ય (જમ્મુ અને કાશ્મીર)ને બચાવવું હોય તો આપણે આ કરવું પડશે. આપણે આગળ વધવા માટે હાથ મિલાવવો પડશે.' 


Google NewsGoogle News