Get The App

પાકિસ્તાન પર બરાબરના ભડક્યાં ફારૂક અબ્દુલ્લા, કહ્યું- ભારત સાથે મિત્રતા કરવી હોય તો બંધ કરો આતંકવાદ

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
Farooq Abdullah


Farooq Abdullah on Pakistan: રવિવારે જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં થયેલા આતંકી હુમલો થયો હતો. જેમાં સાત લોકોના મોત થયા છે. આ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લાએ પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી.

પાકિસ્તાનની હરકત પર ભડક્યાં ફારૂક અબ્દુલ્લા

ફારુક અબ્દુલ્લાએ ગાંદરબલ આતંકવાદી હુમલા પર કહ્યું કે, 'આ ખૂબ જ દર્દનાક ઘટના છે. ઘણા ગરીબ મજૂરો રોજીરોટી મેળવવા કાશ્મીર આવે છે. ગઈકાલે આ આતંકીઓ એ તેમને શહીદ કરી દીધા. આ સાથે લોકોની સેવા કરતા અમારા ડોક્ટરે પણ પોતાની જીવ ગુમાવ્યો છે. હવે તમે જ કહો કે આમાં તે આતંકીઓને શું મળ્યું? શું તેમને એવું લાગે છે કે આવું કરવાથી અહી પાકિસ્તાન બની જશે?  

કાશ્મીર પાકિસ્તાન નહીં બને. નહીં બને, નહીં બને: અબ્દુલ્લા

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, 'અમે ઘણા વર્ષોથી જોઈ રહ્યા છીએ કે તે લોકો અહીં આવી રહ્યા છે. અમે આ મામલાને ખતમ કરીને મામલો આગળ વધે એવો પ્રયાસ કરી રહ્યા છીએ. આપણે મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવી શકીએ છીએ. હું પાકિસ્તાનના શાસકોને કહેવા માંગુ છું કે જો તેઓ ખરેખર ભારત સાથે મિત્રતા કરવા માંગતા હોય તો આવા કામ આ બંધ કરો. કાશ્મીર પાકિસ્તાન નહીં બને. નહીં બને, નહીં બને.'

75 વર્ષમાં પાકિસ્તાને કાઈ જ હાંસલ નથી કર્યું 

વધુમાં ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, 'મહેરબાની કરીને અમને સન્માન અને પ્રગતિ સાથે જીવવા દો. ક્યાં સુધી તમે હુમલો કરતા રહેશો? તમે 1947 થી શરૂઆત કરી છે. નિર્દોષોને માર્યા એમાં શું પાકિસ્તાનનો વિકાસ થયો? પાકિસ્તાનનો 75 વર્ષમાં વિકાસ નથી થયો તો આજે કેવી રીતે થશે? અલ્લાહ માટે, તમારા દેશ તરફ ધ્યાન આપો અને અમને અમારા ભગવાન પર છોડી દો. અમે અમારા દેશનો વિકાસ કરવા માંગીએ છીએ, ગરીબી દૂર કરવા માંગીએ છીએ, આમ જ ચાલતું રહેશે તો આગળ કેવી રીતે વધીશું?'

આ પણ વાંચો: ભાજપમાં ભાગમગમ! ઉમેદવારોની યાદી જાહેર થતાં જ પૂર્વ ધારાસભ્ય સહિત અનેક કાર્યકરોના પાર્ટીને 'રામ રામ'

આતંકવાદી હુમલો ક્યારે થયો?

20 ઓક્ટોબરે શ્રીનગર-લેહ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સુરંગ નિર્માણ સ્થળ પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક ડોક્ટર અને છ મજૂરો માર્યા ગયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે આ હુમલો ત્યારે થયો જયારે ગુંડ, ગાંદરબલમાં ટનલ પ્રોજેક્ટ પર કામ કરી રહેલા કામદારો અને અન્ય કર્મચારીઓ મોડી સાંજે તેમના કેમ્પમાં પરત ફરી રહ્યા હતા.

પાકિસ્તાન પર બરાબરના ભડક્યાં ફારૂક અબ્દુલ્લા, કહ્યું- ભારત સાથે મિત્રતા કરવી હોય તો બંધ કરો આતંકવાદ 2 - image



Google NewsGoogle News