I.N.D.I.A.ની મુશ્કેલી વધી, કાશ્મીરના દિગ્ગજ નેતાની પાર્ટી લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે

AAP અને TMC પાર્ટી ગઠબંધન I.N.D.I.A.ને પશ્ચિમ બંગાળ, પંજાબ અને દિલ્હીમાં ઝટકો આપી ચૂકી છે

Updated: Feb 15th, 2024


Google NewsGoogle News
I.N.D.I.A.ની મુશ્કેલી વધી, કાશ્મીરના દિગ્ગજ નેતાની પાર્ટી લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે 1 - image


Lok Sabha Elections 2024 : દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશ બાદ હવે જમ્મુ અને કાશ્મીરમાં વિપક્ષી ગઠબંધન I.N.D.I.A.ને મોટો ઝટકો લાગ્યો છે. નેશનલ કોન્ફરન્સ (National Conference)ના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા (Farooq Abdullah)એ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ની તમામ 5 લોકસભા બેઠકો પર એકલા હાથે  (Lok Sabha polls) ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમના અચાનક નિર્ણયથી મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

ફારુક અબ્દુલ્લાએ સ્પષ્ટતા કરી

I.N.D.I.A. બ્લોકને મોટો ઝટકો આપતા નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને શ્રીનગર મતવિસ્તારના હાલના સાંસદ ડૉ. ફારુક અબ્દુલ્લાએ આજે શ્રીનગરમાં પાર્ટી હેડક્વાર્ટર ખાતે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે તેઓ એ સ્પષ્ટ કરવા માગે છે કે નેશનલ કોન્ફરન્સ ચૂંટણી પહેલા કોઈપણ ગઠબંધનમાં જોડાશે નહીં અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડશે. તેમણે તમામ અટકળોને પર પૂર્ણવિરામ મૂક્યો હતો. ઉલ્લેખનીય છે કે તેમના આ અચાનક નિર્ણયે બધાને ચોંકાવી દીધા છે.

અગાઉ પણ I.N.D.I.A.ને ઝટકો લાગ્યો છે

આ પહેલા AAP અને TMC પાર્ટી ગઠબંધન I.N.D.I.A.ને પશ્ચિમ બંગાળ, પંજાબ અને દિલ્હીમાં ઝટકો આપી ચૂકી છે. નોંધનીય છે કે  આમ આદમી પાર્ટીએ આસામની 3 લોકસભા સીટો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. બીજી તરફ પશ્ચિમ બંગાળમાં પણ મમતા બેનર્જીએ એકલા હાથે ચૂંટણી લડવાની વાત કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ 80 બેઠકોમાંથી કોંગ્રેસને માત્ર 11 બેઠકો આપવાની વાત કરી રહ્યા છે. હવે ફારુક અબ્દુલ્લાના આ નિર્ણયથી ગઠબંધન I.N.D.I.A. વધુ નબળો પડી શકે છે.

I.N.D.I.A.ની મુશ્કેલી વધી, કાશ્મીરના દિગ્ગજ નેતાની પાર્ટી લોકસભા ચૂંટણી એકલા હાથે લડશે 2 - image


Google NewsGoogle News