ખેડૂતોની ટ્રેક્ટર માર્ચને CM ભગવંત માને સમર્થન આપતાં કહ્યું; 'પંજાબી ક્યારેય માથું ઝુકાવતાં નથી'
Tractor March AI Meta |
Tractor March in Punjab : પ્રજાસત્તાક દિવસના અવસર પર પોતાની માંગોને લઇને ખેડૂતો આજે પંજાબ-હરિયાણા સહિત આખા દેશમાં મોટી સંખ્યામાં ટ્રેક્ટર માર્ચ નીકાળશે. માર્ચની તૈયારીઓને લઇને ખેડૂત સંગઠનોએ શનિવારે એક બેઠક પણ બોલાવી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી પંજાબમાં લગભગ 200થી વધુ જગ્યાઓ પર એક લાખથી વધુ ટ્રેક્ટર રોડ પર માર્ચ કરશે. આ પ્રકારનો વિરોધ પડોશી રાજ્ય હરિયાણામાં પણ જોવા મળી શકે છે. 26 જાન્યુઆરીના રાષ્ટ્રવ્યાપી ટ્રેક્ટર માર્ચનું આહવાન પર ખેડૂત નેતાઓએ કહ્યું કે તે દિવસે બપોરે 12 વાગ્યાથી 1:30 વાગ્યા સુધી પોતાના ટ્રેક્ટર ભાજપ કાર્યાલયો, મોટા શોપિંગ મોલની બહાર પાર્ક કરશે.
સંયુક્ત કિસાન મોરચા (એસ.કે.એમ) અને પંજાબના કિસાન સંગઠન એસ.કે.એમ (બિન-રાજકીય) અને ખેડૂત મજબૂર મોરચા (કે.એમ.એમ.) ના સભ્યોએ પણ ટ્રેક્ટર માર્ચ યોજવાની જાહેરાત કરી છે.
100 તાલુકામાં યોજવામાં આવશે માર્ચ
સંયુક્ત કિસાન મોરચાએ પંજાબ- હરિયાણા સહિત આખા દેશમાં વિરોધ કરતાં ટ્રેક્ટર માર્ચ માર્ચ કાઢવાનું આહવાન કર્યું છે. પંજાબમાં ટ્રેક્ટર માર્ચ તાલુકા કક્ષાએ યોજાશે. આ દરમિયાન ટ્રેક્ટર પોતાના ગામથી એક નિશ્વિત માર્ગ દ્વારા તાલુકામાં એક પોઇન્ટ સુધી જશે અને પછી પોતઓતાના ગામ પરત ફરશે. આ પ્રદર્શન ઓછામાં ઓછા 100 તાલુકામાં યોજાશે.
પંજાબી ક્યારે પોતાનું માથું ઝુકાવતા નથી: CM
તો બીજી તરફ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખેડૂતોના સમર્થનમાં બોલતાં કહ્યું કે પંજાબના ખેડૂતોએ ક્યારેય દેશને નિરાશ કર્યો નથી. આપણા અન્નદાતા આમરણ અનશન અને હડતાળ કરી રહ્યા છે. ભારત સરકારને ખેડૂતો સાથે વાત કરવી જોઇએ. તેમણે કહ્યું કે કેન્દ્રને ગ્રામીણ વિકાસ ફંડ અને માર્કેટ માટે ફંડ જાહેર કરવું જોઇએ. અમે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના દરવાજો ખખડાવવો પડશે. અપંજાબી ક્યારે પોતાનું માથું ઝુકાવતા નથી, કેટલા લોકો પંજાબને અસ્થિર કરવા માંગે છે.