ખેડૂતોએ કહ્યું - સરકારની ઓફર ભ્રામક, આજથી ફરી દેખાવો શરુ, 52 સ્થળોએ રેલ રોકો આંદોલન

રેલ રોકો અભિયાનમાં મહિલા ખેડૂતો પણ ભાગ લેશે

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
ખેડૂતોએ કહ્યું - સરકારની ઓફર ભ્રામક, આજથી ફરી દેખાવો શરુ, 52 સ્થળોએ રેલ રોકો આંદોલન 1 - image


Farmer Protest news | ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે અનેકવાર વાટાઘાટો થઈ હોવા છતાં કોઈ સહમતિ થઈ શકી નથી. હવે ખેડૂતો આજે દેશભરમાં ફરી એકવાર દેખાવોની શરૂઆત કરશે, ટ્રેનો રોકશે. રેલ રોકો અભિયાનમાં મહિલા ખેડૂતો પણ ભાગ લેશે. એકલા પંજાબમાં જ 52 સ્થળોએ ટ્રેનોને રોકવામાં આવશે. 

સરકારના પ્રસ્તાવને ભ્રામક ગણાવ્યો 

ખેડૂત આંદોલનના 26માં દિવસે યુનાઈટેડ કિસાન મોરચા (બિનરાજકીય) અને કિસાન મજદૂર મોરચાએ કેટલાક પાક પર એમએસપી આપવા અંગેના કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલના નિવેદનને સંપૂર્ણ રીતે ભ્રામક ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ એ જ પ્રસ્તાવ છે જેને ખેડૂતો આગેવાનોએ ગત બેઠકમાં મુખ્ય માગથી વિપરિત ગણાવી ફગાવી દીધો હતો. સરકાર કોન્ટ્રાક્ટ ફાર્મિંગની લાઇન પર માત્ર 5 વર્ષ માટે MSP આપી રહી છે.

ખેડૂત આંદોલનના નેતાઓએ યોજી પત્રકાર પરિષદ 

ખેડૂત આંદોલનના નેતાઓ અમરજીત સિંહ મોહરી, મલકિત સિંહ અને જંગ સિંહ ભટેરડીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટે દેશના વિવિધ રાજ્યોમાંથી દિલ્હી પહોંચેલા સાથી ખેડૂતોને દિલ્હી પોલીસે મંજૂરી આપી નથી. આ સરકારનો અસલી ચહેરો જાહેર કરે છે. સરકાર નથી ઈચ્છતી કે ખેડૂતો દિલ્હી આવે અને પોતાના હક માટે વિરોધ કરે.

'હરિયાણા સરકાર લોકશાહીને મહત્વ નથી આપતી'

આ સાથે તેમણે કહ્યું કે અંબાલામાં કલમ 144 અને અંબાલા પ્રશાસન દ્વારા આપવામાં આવેલા નિવેદનો સીધું જ સાબિત કરે છે કે હરિયાણા સરકાર દેશમાં લોકતંત્ર અને બંધારણને કોઈ મહત્વ નથી આપતી. તેમણે કહ્યું કે ખેડૂતો સરકારની આવી ધમકીઓથી ક્યારેય ડરતા નથી અને તેમના હક માટે દરેક પ્રકારની લડાઈ લડશે.

ખેડૂતોએ કહ્યું - સરકારની ઓફર ભ્રામક, આજથી ફરી દેખાવો શરુ, 52 સ્થળોએ રેલ રોકો આંદોલન 2 - image


Google NewsGoogle News