Get The App

ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર: 14 ડિસેમ્બરે દિલ્હી કૂચ કરશે ખેડૂતો, પંઢેરનું એલાન

Updated: Dec 10th, 2024


Google NewsGoogle News
ખેડૂત આંદોલનને લઈને મોટા સમાચાર: 14 ડિસેમ્બરે દિલ્હી કૂચ કરશે ખેડૂતો, પંઢેરનું એલાન 1 - image


Image Source: Twitter

Farmer Protest : શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ ફરી એકવાર દિલ્હી કૂચનું એલાન કર્યું  છે. ખેડૂત નેતા સરવણ સિંહ પંઢેરે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, હવે અમે 14 ડિસેમ્બરે દિલ્હી તરફ કૂચ કરીશું. અમારા પ્રદર્શનને 303 દિવસ પૂરા થઈ ચૂક્યા છે અને ખેડૂતોના આમરણ ઉપવાસ પણ 15માં દિવસ પર પહોંચી ગયા છે. અમે હંમેશા વાતચીતનું સ્વાગત કર્યું છે, પરંતુ સરકાર તરફથી કોઈએ અમારો સંપર્ક નથી કર્યો.

તેમણે કહ્યું કે, બંને સંગઠનોએ નક્કી કર્યું છે કે અમે 14 ડિસેમ્બરે 101 ખેડૂતોને મોકલીશું. આવતીકાલે અમે ખેડૂતોના આંદોલનની સફળતા માટે પ્રાર્થના કરીશું. અમે એ ખેડૂતોને મુક્ત કરવાની માંગ કરીએ છીએ જેમની વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી અથવા અટકાયત કરવામાં આવી હતી. હું અમારા ફિલ્મ સ્ટાર્સ, સિંગર અને ધાર્મિક નેતાઓને પણ વિનંતી કરવા માગુ છું કે કૃપા કરીને પ્રદર્શન કરતા અમારા વિરોધનો પ્રચાર કરો. 

આ પણ વાંચો: VIDEO: ખેડૂત આંદોલન ઉગ્ર બનવાના એંધાણ, પંઢેરે કહ્યું- ‘કાલે કૂચ નહીં, વ્યૂહનીતિ ઘડીશું’; SCમાં અરજી નામંજૂર

6 અને 8 ડિસેમ્બરે ફણ કર્યો હતો પ્રયાસ

આ પહેલા સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચાના બેનર હેઠળ 101 ખેડૂતોના જૂથે 6 અને 8 ડિસેમ્બરે પગપાળા દિલ્હી જવાના બે વખત પ્રયાસો કર્યા હતા, પરંતુ હરિયાણાના સુરક્ષા કર્મચારીઓએ તેમને આગળ વધવા નહોતા દીધા. આ દરમિયાન ખેડૂતો અને સુરક્ષા દળો વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાઈ હતી, ત્યારબાદ ખેડૂતોને પાછળ ધકેલવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘણા ખેડૂતો ઘાયલ પણ થયા હતા.

પંજાબ-હરિયાણાના શંભુ બોર્ડર (Shambhu border) પર ખેડૂતો પોતાની માંગણીઓને લઈ ઉગ્ર દેખાવો કરી રહ્યા છે. ખેડૂતો બોર્ડર પર શુક્રવારથી દેખાવ-પ્રદર્શનો સાથે દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 


Google NewsGoogle News