Get The App

ખેડૂત સંગઠનોની મોટી જાહેરાત, ત્રણ નવા કાયદા વિરુદ્ધ કરશે દિલ્હી કૂચ, 15 ઓગસ્ટે કાઢશે ટ્રેક્ટર રેલી

Updated: Jul 22nd, 2024


Google NewsGoogle News
ખેડૂત સંગઠનોની મોટી જાહેરાત, ત્રણ નવા કાયદા વિરુદ્ધ કરશે દિલ્હી કૂચ, 15 ઓગસ્ટે કાઢશે ટ્રેક્ટર રેલી 1 - image


Farmer Protest Against New Criminal Law : ખેડૂત સંગઠનોએ ફરી કેન્દ્ર સરકાર વિરુદ્ધ બાંયો ચઢાવી ત્રણ નવા ફોજદારી કાયદાને લઈ મોટી જાહેરાત કરી છે. કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા (Kisan Mazdoor Morcha and Samyukta Kisan Morcha)એ ત્રણ નવા ફોજદારી કાયદાનો વિરોધ કરવાનો અને દિલ્હી કૂચ (Delhi March) કરવાની જાહેરાત કરી છે. બંને મોરચા દ્વારા 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસે (15 August Independence Day) દેશભરમાં ખેડૂત રેલી યોજવાની જાહેરાત કરવાની સાથે ખેડૂતોને સંઘુ અને શંભુ સહિત દિલ્હીની તમામ બોર્ડર પર પહોંચવાની અપીલ કરવામાં આવી છે. બંને મોરચા દ્વારા એવો પણ નિર્ણય લેવાયો છે કે, ટ્રેક્ટર માર્ચ કરતી વખતે નવા ફોજદારી કાયદાની કોપી પણ સળગાવવામાં આવશે.

પહેલી ઓગસ્ટે પુતળા દહન કાર્યક્રમ

ખેડૂત સંગઠનોએ નિર્ણય લીધો છે કે, પહેલી ઓગસ્ટના રોજ મોદી સરકાર (Modi Government)ના પુતળાનું દહન કરવામાં આવશે. આ દરમિયાન MSP પર કાનૂની ગેરંટી મેળવવા માટે જિલ્લા મુખ્યાલયો પર પ્રદર્શન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોએ રણનીતિ બનાવી છે કે, 15 ઓગસ્ટે દેશભરમાં ટ્રેક્ટર માર્ચ યોજવામાં આવે. આ દરમિયાન ત્રણ નવા ફોજદારી કાયદા (Three New Criminal Laws)ની કોપી પણ સળગાવવામાં આવે. સંગઠનોએ દેશભરના ખેડૂતોને સરકારની નીતિનો વિરોધ કરવાની અપીલ કરી છે. ખેડૂતોએ એક મહિનાનું રાશન લઈને શંભૂ બોર્ડર પર પહોંચવાની પણ શરૂઆત કરી દીધી છે.

આ પણ વાંચો : 'યાદ છે ને કયા મુદ્દે ગઠબંધન થયું હતું?', નીતિશ કુમારના પક્ષની મોદી સરકાર સામે લાલ આંખ

ખેડૂતોને 31 ઓગસ્ટ સુધીમાં શંભુ બોર્ડર પર પહોંચવાની અપીલ

શંભુ બોર્ડર પર છેલ્લા ઘણાં મહિનાઓથી ખેડૂતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. ખેડૂતોના ધરણાંને 31 ઓગસ્ટે 200 દિવસ પુરા થવાના છે, ત્યારે ખેડૂત સંગઠનો દ્વારા તમામ ખેડૂતોને અપી કરવામાં આવી છે કે, તેઓ બોર્ડર પર પહોંચે. બીજીતરફ હરિયાણામાં જિંદમાં 15 સપ્ટેમ્બરે, પીપલીમાં 22 સપ્ટેમ્બરે ખેડૂતોની રેલી યોજાવાની છે. ખેડૂતોએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય ટેનીના પુત્ર આશીષ મિશ્રાને જામીન આપવાની પણ ટીકા કરી છે. આશીષ પર લખીમપુરમાં ખેડૂતો પર ગાડી ચઢાવવાનો આરોપ છે. ખેડૂતોએ કહ્યું કે, બોર્ડર ખુલ્યા બાદ અમે ટ્રેક્ટરમાં સામાન ભરીને દિલ્હી તરફ જવા રવાના થઈશું.

13 ફેબ્રુઆરીથી ચાલી રહ્યું છે ખેડૂત આંદોલન

ઉલ્લેખનીય છે કે, ખેડૂતો એમએસપીમાં કાયદાકીય ગેરંટી સહિત 12 માંગણીઓ મુદ્દે 13 ફેબ્રુઆરીથી વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન પંજાબ અને હરિયાણા ખેડૂતોએ શંભુ બોર્ડર પરથી દિલ્હીમાં આવવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસ અને સેનાના ભારે બંદોબસ્ત વચ્ચે શંભુ બોર્ડર સીલ કરવામાં આવી છે, જેને હજુ સુધી ખોલવામાં આવી નથી. બીજીતરફ શંભુ બોર્ડર ખોલવાનો મામલો પંજાબ-હાઈકોર્ટની હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો અને એક સપ્તાહમાં બોર્ડર ખોલવાનો આદેશ કરાયો હતો. જોકે આ આદેશનો સમયગાળો 17 જુલાઈએ સમાપ્ત થાય તે પહેલા જ હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દો ઉઠાવી દીધો છે.

આ પણ વાંચો : શું યોગીના નિર્ણયના વિરોધમાં ભાજપનું સમર્થન પાછું ખેંચી શકે છે આ દિગ્ગજ નેતા? અટકળો તેજ


Google NewsGoogle News